માંડવી નગરપાલિકા વિસ્તારને અડીને આવેલ જે. પી. નગર સોસાયટીના રહીસો દ્વારા સોસાયટીના પ્રવેશ દ્વાર આઘળની કોતરમાં જ ઠલાવતો કચરો સ્થાનિક લોકો સહિત સૌ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. માંડવી નગર પાલિકા વિસ્તારને અડીને આવેલ જે. પી. નગર કે જે રૂપણ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવે છે. આ સોસાયટીના રહીશો ઉપરાંત અન્ય લારી ગલ્લાના ધંધા વેપાર કરતાં લોકો દ્વારા રોજિંદા કચરો સોસાયટીના પ્રવેશદ્વાર આગળ વહેતી કોતરમાં જ ઠાલવવામાં આવે્ છે.
સોસાયટીના રહીશો ઉપરાંત હોસ્પિટલમાં આવતાં જતા દર્દીઓ કે તેમના સગાવ્હાલાઓ માટે ગંદકી માથાનો દુખાવો સમાન બી ગયા છે. આલીશાન મકાનોમાં રહેનારા મકાન માલિકો દ્વારા પમ ઘરનો કચરો કોતરમાં નાંખી ગંદકી ફેલાવવાનું કરાતું કાર્ય હાલ નિંદનીય બની ગયું છે. કોતરમાં ઠલવાતા કચરામાં વસવાટ કરતાં ડુક્કરો પણ ત્રાસ વધી રહ્યો છે. આ કોતરમાં ઠલાવતો કચોર સીધો તાપી નદીમાં જતો હોય છે. ત્યારે તાપી નદીની પવિત્રતા તથા શુદ્ધતાને પણ નુકસાન થતાં ધાર્મિક લોકોની લાગણી દુભાય રહી છે.
લારીવાળા કચરો નાંખતા હોવાનું ધ્યાને આવ્યું છે
ગ્રામ પંચાયત પાસે કચરો લેવા માટેના સાધનો નથી અને કોતરમાં કચરો ઠલવાય છે. જે બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું. નાસ્તા પાણીની લારીવાળા પણ કચરો નાંખતા હોવાનું ધ્યાને આવેલ છે. મીતુલભાઈ ચૌધરી, રૂપણ ગ્રામ પંચાયતના અગ્રણી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.