કાર્યક્રમ:વિશ્વભારતી ગર્લ્સ સ્કૂલમાં કામરેજ તાલુકા યુવા ઉત્સવ, વિદ્યાર્થીઓ, શિક્ષકોએ લીધો ભાગ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરૂવારના રોજ કામરેજના મોરથાણા ગામે વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કામરેજ તાલુકા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલી ઓફલાઇન સ્પર્ધાઓમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, અતિથિ વિશેષ તરીકે મામલતદાર નૈલેષભાઇ ભાવસાર, સુરત જિલ્લાના રમતગમત અધિકારી દિનેશભાઇ કદમ, પ્રાંત યુવા વિકાસ અધિકારી વિષ્ણુભાઇ ચૌધરી, શાળાના આધસ્થાપક દેવચંદભાઇ સાવજ, પ્રમુખ કિશોરભાઇ સાવજ, સંચાલક ગિરીશભાઇ ગોંડલિયા અને આચાર્ય ગીતાબેન બડઘાની” હાજરીમાં કાર્યક્રમનો શુભારંભ થયો હતો. કાર્યક્રમના વિજેતા સ્પર્ધકને અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં, અને રંગે ચંગે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

સ્પર્ધાના વિજેતા સ્પર્ધક
વકતૃત્ત્વ સ્પર્ધા : પ્રથમ (અ) જારસણિયા નેન્સી જિતેન્દ્રભાઇ, પ્રથમ (બ) સોનાવરી ઉર્વશીબેન નટવરભાઈ
નિબંધ સ્પર્ધા : પ્રથમ (અ) વઘાસિયા વંશી નરેશભાઇ, પ્રથમ (બ) ગોધાણી વૈશાલીબેન જયંતિભાઇ
પાદપૂર્તિ : પ્રથમ (અ) પટેલ અદિતિ આશિષભાઇ
ગઝલ : પ્રથમ (બ) સોનાવરી ઉર્વશીબેન નટવરભાઇ
શાયરી, લેખન : કાવ્ય લેખન પ્રથમ (બ) સોનાવરી ઉર્વશીબેન નટવરભાઇ
દુહા, છંદ, ચોપાઇ : લોકવાર્તા, પ્રથમ ખુલ્લો, માંગુકિયા દિશા રામજીભાઇ સર્જનાત્મક પ્રથમ ખુલ્લો, દઢાણિયા કિંજલ પ્રવિણભાઇ
કારીગરી : ચિત્રકલા : પ્રથમ (અ) સાવલિયા ઉર્વશી શૈલેષભાઇ, પ્રથમ (બ) નાયક અમીબેન રાકેશભાઇ
લગ્નગીત : પ્રથમ (બ) રાવલ વિધિ કેતનકુમાર
હળવું કંઠય : પ્રથમ (અ) શેખ ખુશ્બ શબ્બીરઅલી
સંગીત : પ્રથમ (બ) રાવલ વિધિ કેતનકુમાર
લોકવાદ્ય સંગીત : ભજન પ્રથમ ખુલ્લો, ખોખાણી વિશ્વા મહેશભાઇ, સમૂહગીત પ્રથમ ખુલ્લો, મૈસૂરીયા ભવ્યા કૌશિકભાઇ, એકપાત્રીય પ્રથમ (અ) જારસણિયા નેન્સી જિતેન્દ્રભાઇ, અભિનય પ્રથમ (બ) શિંદે સુરભીબેન નરેશભાઇ

અન્ય સમાચારો પણ છે...