મહિલાઓ રણચંડી બની:પલસાણાના જોળવા ગામે ઉભરાતી ગટર અને પાણીના નિકાલની સમસ્યાને લઈને ગ્રામપંચાયતનો ઘેરાવ કર્યો

બારડોલી23 દિવસ પહેલા
  • શાસકો વિરુદ્ધ નારેબાઝી કરી વિરોધ વિરોધ પ્રદર્શન કર્યો
  • અમે હજુ પણ ગંદકીમાંજ રહીએ છે, સ્વચ્છ ભારતનો નારો શા માટે લગાવો છો?: રમીતાસિંગ, સ્થાનિક રહીશ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે આવેલ ઘનશ્યામ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલને લઈ બુમરાટ ઉઠી છે. ત્યારે અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહિ આવતા મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. 50થી વધુ મહિલાઓ ભેગી થઈ જોડવા ગ્રામપંચાયત કચેરી ખાતે પહોંચી શાસકો વિરુદ્ધ નારેબાઝી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નારાબાજી કરી શાસકો સામે વિરોધ પ્રદર્શન
સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર એવા પલસાણા તાલુકાના જોળવા ગામ ખાતે મહિલાઓએ હલ્લાબોલ કર્યું હતુ. જોળવા ગામે ઘનશ્યામ સોસાયટી એક અને બેમાં વરસાદી પાણી અને ગટરના ગંદા પાણી ભરાવા બાબતે મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. અનેકો વખત રજૂઆતો કરવા છતાં પંચાયત દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા લોકોમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. અને રણચંડી બનેલ મહિલાઓ જોળવા ગ્રામ પંચાયત ખાતે પોહચી નારાબાજી કરી શાસકો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શાસકો દ્વારા માત્ર હૈયાધારણા અપાય છે: મહિલાઓ
જ્યારે જ્યારે આ વિસ્તારોમાં સમસ્યા સર્જાય છે, ત્યારે શાસકો દ્વારા માત્ર હૈયાધારણા અપાય છે. પરંતુ કોઈ ઠોસ કામગીરી કરવામાં આવતી નથી. રહીશોના મત મુજબ કાયમ રજુઆત કરવા આવતી મહિલાઓને શાસકો દ્વારા તગેડી મુકાય છે પણ કોઈ યોગ્ય પ્રતિસાદ અપાતો નથી. ત્યારે મહિલાઓ દ્વારા નારેબાઝી કરી 7 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહિ લાવવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચરાય હતી.

અમે હજુ પણ ગંદકીમાંજ રહીએ છે, સ્વચ્છ ભારતનો નારો શા માટે લગાવો છો: રમીતાસિંગ, સ્થાનિક રહીશ
છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી નીકળી બોરિંગમા જાય છે. એવું પાણી અમે પીએ છે. ત્યારે સ્વચ્છ ભારતના નારાઓ તમે લગાવવાનું બંધ કરી દો. કચરાની ગાડીઓ 15 દિવસ નથી આવતી ઘરની બહાર ગટર અને ઘરમાં 15 દિવસનો કચરો અમે ક્યાં જઈએ??

અન્ય સમાચારો પણ છે...