તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સુરત જિલ્લાની 19 હોસ્પિટલની અંદર ઓક્સિજન પ્લાન્ટ બનશે

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બારડોલીની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીની જાહેરાત

શુક્રવારે આરોગ્ય મંત્રીએ પલસાણા તાલુકાના ચલથાણ ગામની સંજીવન આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલ, બારડોલી આવેલી સ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલ સંચાલિત આઈસોલેશન સેન્ટર અને બારડોલીના બામણી ગામ સ્થિત ભુલાભાઈ રામભાઈ સ્મારક હોસ્પિટલમાં ચાલતા 25 બેડના ઓકિસજનની સુવિધા સાથે કોવિડ આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. બારડોલીમાં આવેલી સ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલના 50 બેડના આઈસોલેશન સેન્ટરની મુલાકાત લઇને દર્દીઓને આપવામાં આવતી સારવાર-સુશ્રુષાની વિગતો મેળવી હતી.

આ ઉપરાંત બારડોલી નગરપાલિકા ખાતે અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી અટકાવવા માટે લેવામાં આવેલા પગલાઓ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજય સરકારે કોરોના દર્દીઓ માટે બેડ, વેન્ટિલેટર, ઈન્જેક્શન, ઓક્સિજન સહિતની સુવિધાઓ મળે તે માટે અથાગ પ્રયાસો કર્યા છે. રાજયના 348 સી.એચ.સી. સેન્ટરો ખાતે ઓક્સિજન પ્લાન્ટો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. સુરત જિલ્લાના 13 સી.એચ.સી. ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે. આ ઉપરાંત સહકારી સંસ્થાઓના સહયોગથી જિલ્લાની છ જેટલી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ધારાસભ્યને ફાળવવામાં આવતી 1.50 કરોડની ગ્રાન્ટને કોરોના સારવારના સંસાધનો માટે ખર્ચ કરવા મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...