વિવાદ:ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા અનુપ મંડળ સામે સમસ્ત બારડોલીના જૈન સમાજમાં રોષ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી જૈન સંઘ દ્વારા પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતુ. - Divya Bhaskar
બારડોલી જૈન સંઘ દ્વારા પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતુ.
  • રાજસ્થાન સ્થિત મંડળ વિરુદ્ધ અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું

અહિંસા અને શાંતિપ્રિય જૈન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા સંગઠન અનુપ મંડળ વિરુદ્ધ આજે સમસ્ત જૈન સંઘ બારડોલીના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અનુપ મંડળ પર પ્રતિબંધ લગાવવા તેમજ આ સંગઠનની ગતિવિધિ સામે કઠોર પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.રાજસ્થાન સ્થિત અનુપ મંડળ દાસકાઓથી તર્કહીન વાતો કરી જૈન ધર્મ, સાધુ, સંતો અને શ્રાવક સમુદાય માટે એલફેલ શબ્દોનો પ્રયોગ કરતું આવ્યું છે. આ સંગઠનના સભ્યો રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વિશેષ કરીને જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...