ગુજરાત પાટીદાર આંદોલન સમયનો મુખ્ય ચહેરો અને પ્રદેશના કોંગ્રેસનાં મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકરોમાં પણ હાર્દિકના પ્રવેશ અંગે નારાજગી જોવા મળી રહી છે. બારડોલી નગર ભાજપ યુવા પ્રમુખે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી હાર્દિકનો વિરોધ કર્યો તો આ પોસ્ટમાં હાર્દિકના વિરોધમાં અનેક ભાજપના કાર્યકરો કોમેન્ટ પણ કરી રહ્યા છે
બારડોલી નગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ નિસર્ગ મહેતાએ હાર્દિકના ભાજપ પ્રવેશ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યુ કે દેશના વડા પ્રધાન સહિત ભાજપના ટોચના નેતા માટે અણછાજતા શબ્દો પ્રયોગ કરી પાટીદાર અનામત આંદોલન સમય બાદ કોંગ્રેસનાં મંચ પરથી પણ સતત ભાજપ વિરોધી વાત કરતાં હાર્દિક પટેલ હવે પોતાના અંગત સ્વાર્થ માટે ભાજપમાં પ્રવેશ કરી ભાજપના વખાણ કરે છે જે જે બાબતે મારા અંગત વિચારો મે સોશિયલ મીડિયા પર મૂક્યા છે. બાકી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત ભાજપ મોવળી મંડળના નિર્ણયની અમે કોઈ અવગણનાકે ટીકા કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.