તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ભાજપના હાઇકમાન્ડની નવી ગાઈડલાઈનથી બારડોલીના 10 ઇચ્છુક દાવેદારોમાં નારાજગી

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટીકીટ નહિ આપવાનો ફતવાથી, રનિંગ 2 સભ્યો પણ ચિંતિત
 • બારડોલીના 219 ઇચ્છુક ઉમેદવારો પાસે જન્મ તારીખના પુરાવા માંગતા, દાખલો કઢાવવા ફરજ

બારડોલી નગરપાલિકાના 9 વોર્ડની ચૂંટણી માટે ભાજપના 240 ઇચ્છુક દાવેદારો ફોર્મ લઈ ગયા હતા, જેમાં 219એ ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતા, પરંતુ તાજેતરમાં ભાજપના હાઈકમાંડની નવી ગાઈડલાઈન મુજબ 60થી વધુ ઉંમરના દાવેદારી નહિ કરવાનો ફતવો મળતા જ ભૂકંપ જેવો આંચકો સર્જાયો છે. વધુમાં તમામ ઇચ્છુક દાવેદારોના તાત્કાલિક જન્મ તારીખના પુરાવાની માંગણી કરતા, સવારથી દાવેદારો જમા કરાવવા ભાજપ કાર્યાલય ઓફિસ દોડતા થયાં હતાં. જ્યારે ઘણા પાલિકામાં જન્મનો દાખલો લેવા દોટ લગાવી પડી હતી.

બારડોલી નગરપાલિકાની 36 બેઠક માટે ભાજપે ઇચ્છુક દાવેદારોને સાંભળવા અને દાવેદારીના ફોર્મ ભરાવ્યાં હતા. આ સમય પાંચ વર્ષના શાસન પૂરો થવાની વાટ જોય, બેઠેલા ભાજપના ઇચ્છુક ઉમેદવારો ઉત્સાહભેર દાવેદારી કરી હતી. પરંતુ અચાનક ભાજપપક્ષ દ્વારા ધડાકો કરતા, સિનિયર સિટીઝનોના પાલિકાની ચૂંટણી લડવાના અભરખા દિલમાં જ રહી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પક્ષની નવી ગાઈડલાઈન મુજબ 60થી વધુ ઉંમરએ ટિકિટની માંગણી નહીં કરવાની સૂચના જારી કરી છે. ચૂંટણી લડવાનું મૂડ બનાવી લીધેલા 60 પ્લસના ઇચ્છુક ઉમેદવારોમાં નિરાશા ફેલાઈ છે.

બીજી તરફ ભાજપ હાઇકમાન્ડની સૂચના આધારે સ્થાનિક ભાજપના પદાધિકારીએ પાલિકાની ચૂંટણી માટે દાવેદારી કરનાર તમામ 219 ઇચ્છુક દાવેદારો પાસે જન્મ તારીખના પુરાવા જમા કરાવવાની સૂચના આધારે જન્મતારીખનું સર્ટી ન હોય, એવા દાવેદરો સીધા પાલિકા સર્ટી કઢાવવા જવાની સ્થિતિ સર્જાઈ હતી.

નુકસાન ભોગવવું પડે તેવી ચર્ચા
60 પ્લસના ભાજપના ઇચ્છુક દાવેદારોમાં પાલિકાના 2 રનિંગ સભ્યો પણ સામેલ હોય, નવા ફતવાના કારણે તેમની ફરી ચૂંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી શકે. અન્ય પાલિકાના માજી સભ્યો સહિત 8 જેટલા ઇચ્છુક દાવેદારો પણ હોવાથી, ફતવો આધારે ટીકીટ નહિ મળે, તેવા સંજોગમાં ભાજપ માટે નુકશાનકારક ભોગવવું પડે તેવા સંજોગ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

મારો જન્મનો દાખલો કઢાવવા આવ્યો છું
પાલિકાની ચૂંટણી માટે દાવેદારી કરી છે. મંગળવારે દરેક ઇચ્છુક દાવેદારોના જન્મતારીખના પુરાવા જમા કરાવવાની સૂચના મળતા, પાલિકામાં મારો જન્મ તારીખનો દાખલો કઢાવવા આવ્યો છું. > એક ઇચ્છુક દાવેદાર

10થી વધુ જન્મના દાખલા લેવા આવ્યા
મંગળવારે સવારથી 10થી વધુ જૂની તારીખના જન્મના દાખલા લેવા આવ્યા હતા. > હિતેશ વ્યાસ, અધિકારી, જન્મમરણ વિભાગ,બારડોલી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો