તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:જિલ્લાના 231માંથી 101 કેસ બારડોલીથી મળ્યા

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરત ગ્રામ્યમાં કુલ સંક્રમિતો 18 હજારની નજીક પહોંચ્યા
 • એક્ટિવ કેસ પણ વધીને 2275 થયા

સુરત જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. કેસ ઘટવાનું નામ લેતા નથી. આજરોજ 231 પોઝિટિવ સાથે એક દર્દીએ જીવ ખોયો છે. જિલ્લામાં કોરોના બે કાબૂ બની રહ્યો છે. એપ્રિલ માસમાં કોરોનાએ વિસ્ફોટ હોય તેમ કેસ ભયજનક રીતે વધી રહ્યા છે.

બુધવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના 231 લોકો સંક્રમીત થયા હતાં. જેની સાથે કુલે 17922 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે કામરેજની 38 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મોત નીપજયું છે. જ્યારે 174 દર્દીએ કોરોનાને મત આપતા આપતાં અત્યાર સુધીમાં 15348 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે હાલ 2275 એક્ટિવ કેસ છે. ત્યારે માસ્ક અને સોશિયસ ડિસ્ટન્સિંગ જ કોરોનાને રોકવામાં મદદરૂપ થશે.

ઉમરપાડા અને માંડવી તાલુકો કેસ નોંધાવાથી બાકાત રહ્યો

તાલુકોઆજેકુલ
ચોર્યાસી413451
ઓલપાડ272180
કામરેજ73785
પલસાણા102312
બારડોલી1012920
મહુવા42771
માંડવી0858
માંગરોળ21532
ઉંમરપાડા0113
કુલ23117922

તાપી જિલ્લામાં કોરોનાએ રફતાર પકડી, નવા 27 કેસ
તાપી જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન વધુ 1 દર્દીનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. કોરોનાના 27 નવા પોઝીટીવ કેસ મળ્યા છે. તાપીમાં કેટલાક તાલુકા સ્વેચ્છિક લોકડાઉન કરી કોરોના સાંકળને અટકાવવા માટે પગલાં ભરી રહી છે. તાપી જિલ્લામાં બુધવારે સાંજે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન વધુ 1 દર્દીના મોત સાથે કોરોનાના 27 નવા કેસ નોંધાયા છે. આજ દિન સુધીમાં તાપીમાં પહેલી વાર એક દિવસમાં 27 કેસ નોંધાયા છે.

આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના કુલ 1166 કેસ નોંધાયા છે. વધુ 9 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 992 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જયારે વ્યારાના પાનવાડી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ 53 દર્દીઓ મોત અને કોરોનાથી 8 દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ 62 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 112 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 1039 સેમ્પલ લેવામાં આવ્યા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો