તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:બારડોલીમાં રખડતાં ઢોરને પાંજરે પુરવા માટે પ્રાંતનો પાલિકાને હુકમ

બારડોલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગરમાં ચોમાસાની શરૂઆત થતા જ રખડતાં ઢોરનો ત્રાસ વધી જાય છે. ચાલુ વર્ષે પણ નગરના જાહેર માર્ગો પર રખડતાં ઢોરોથી વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે પાલિકા રખડતાં ઢોરની સમસ્યા નિવારવામાં કોઈ રસ દાખવતા લોકોને પડતી સમસ્યા અંગે દિવ્યભાસ્કરે સોમવારે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. બાદમાં બુધવારે બારડોલી પ્રાંત અધિકારી દ્વારા રખડતાં ઢોરપર નિયંત્રણ લાવવા બારડોલી પાલિકાને હુકમ કર્યો છે.

બારડોલી પ્રાંત અધિકારી દ્વારા પાલિકાને કરાયેલા હુકમમાં જણાવ્યા મુજબ માલધારી વિસ્તારમાં યોગ્ય પ્રચાર પ્રસાર કરી રખડતાં ઢોર પર નિયંત્રણ રાખવા સૂચનો કરી રખડતાં ઢોરોને ખસેડવા માલધારીઓને પૂરતો સમય આપવો અને ત્યાર બાદ ફરી જો ઢોર જાહેર માર્ગો પર રખડતાં જણાય તો પોલીસ બંદોબસ્ત સાથે ધોરોને પાંજરે પૂરી યોગ્ય કાર્યવાહી કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...