કાર્યવાહી:બારડોલીમાં અમિત ચાવડાની આગેવાનીમાં મોંઘવારીનો વિરોધ

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આગેવાનોને  ડિટેઇન કરતી પોલીસ - Divya Bhaskar
આગેવાનોને ડિટેઇન કરતી પોલીસ
  • આગેવોનો સહિત 29 કોંગી કાર્યકરોની અટક કરાઇ

બારડોલી નગરમાં આવેલા મંછાબા હૉલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં નવચેતના કાર્યક્રમ યોજાયો હતો, જાહેર સભા બાદ મોંઘવારીના વિરોધમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પગપાળા રેલી યોજાઇ હતી. જેમાં રેલી સ્વરાજ આશ્રમથી આગળ પહોંચતા પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરતાં પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યકરોએ પૂતળાની નનામી કાઢી પૂતળા દહન કરવાનો પ્રયાસ કરતાં પોલીસે અટકાવ્યા હતા અને કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.

સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવની સાથે રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારાના વિરોધમાં બારડોલી નગરના મંછાબા હોલમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયેલ નવ ચેતના કાર્યક્રમ સુરત જિલ્લાની વિસ્તૃત કારોબારીમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરી,પુનાજી ગામિત દર્શનભાઈ નાયક મહિલા કોંગ્રેસનાં આગેવાનો સહિત જિલ્લાના કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા.

બેઠકમાં સરકાર પર મોઘવારી મુદ્દે આક્રોશ ઠાલવ્યા બાદ પગપાળા નગરમાં સૂત્રોચાર સાથે રેલી નિકળી હતી અને રેલી દરમિયાન કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તો અન્ય કાર્યકરોએ પૂતળાની નનામી કાઢી પૂતળું દહન કરવાનો પ્રયાસ કરતાં પોલીસે કાર્યકરોને અટકાવી મહિલા કાર્યકરોની પણ અટકાયત કરી હતી. બાદમાં તમામ આગેવાનો સહિત કાર્યકરોને છોડી દેવામાં આવ્યા હતા.

કોરોનાના રિપોર્ટિંગ અંગે દિવ્યભાસ્કરની સરાહના
બારડોલી નવચેતના કાર્યક્રમમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના કાળ દરમિયાન દિવ્ય ભાસ્કર દ્વારા કરાયાયેલા રિપોર્ટિગની જાહેર મંચ પર સરાહના કરી હતી અને મૃત્યુના સાચા આંકડા છાપી સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુ વચ્ચેનો તફાવત અંગે અહેવાલ પ્રસિધ્ધ કરી લોકોએ માહિતગાર કર્યા હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...