બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ 2021– 22ના વર્ષ માટે રાજયના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે ikhedut.gujarat.gov.in પોર્ટલ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય જાતિના ખેડૂતો માટે તા.01/11/2021 થી તા:15/11/2021 સુધી તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતીના ખેડૂતો માટે તા.16 થી 30નવેમ્બર સુધી ખુલ્લુ મૂકાયું છે.
ખેડુતોને પાવરટીલર ( 8 BHP થી વધુ), ટ્રેકટર, હાઈબ્રીડ બિયારણ, ફળ પાક પ્લાન્ટીંગ મટીરીયલ માં 90% સહાય માટેનો ઘટક, કેળ ટીસ્યુ, વેલાવાળા શાકભાજીમાં ટીસ્યુ કલ્ચર પ્લાન્ટીંગ મટીરીયલ, શોર્ટીંગ /ગ્રેડીંગ સાધનો, છુટા ફુલ, સ્પ્રે પંપ, સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી, મસાલા પાક, પેકિંગ મટીરિયલમાં સહાય મળશે.
જેના લાભ માટે ખેડૂતોએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા બાગાયતની કચેરીમાં સવારના 11.00કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન 7/12, 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમા સમયસર અરજી કરવી.
અરજી કર્યા બાદ અરજીની કોપી અને સાધનિક કાગળો ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત ખાતે અચુક જમા કરવાના રહેશે. વધુ જાણકારી માટે ફોન નં : 0261-2655948 પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.