સમીક્ષા:રસીના બન્ને ડોઝ લેનારા જ જાહેર સ્થળોએ પ્રવેશે તે હિતાવહ : મંત્રી

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં કોરોનાની સર્વગ્રાહી સમીક્ષા કરાઇ

રાજયના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારીમંત્રી કનુભાઈ દેસાઈએ સુરત-જિલ્લામાં કોરોનો સામેની પૂર્વ તૈયારીની પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રીજા વેવને અનુલક્ષીને દર્દીઓ માટે બેડ, ઓકિસજન બેડ, ઓકિસજન પુરવઠો, દવાઓના જથ્થા સહિતની તમામ બાબતોની ઉપલબ્ધતા અંગેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી વેવનો સામનો કરવા તંત્ર, અને સરકાર સંપૂર્ણપણે સુજ્જ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે નાગરિકોએ કોરોનાના બંને ડોઝ લીધા હોય તેઓ જ જાહેર સ્થળોએ પ્રવેશ મેળવે તે હિતાવહ છે અને જેમણે વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવો સત્વરે મેળવી લે તેવો અનુરોધ પણ કર્યો હતો. પ્રભારીમંત્રીએ જિલ્લાના અધિકારી અને આરોગ્ય અધિકારીઓને ઓકિસજન પ્લાન્ટોનું ટેસ્ટીંગ, વેન્ટીલેટર સર્વિસીંગ, ફાયરસેફટી તેમજ આનુષાંગિક જરૂરી તમામ તૈયારીઓ પુરી કરી લેવા જણાવ્યું હતું. કલેકટર આયુષ ઓકે જિલ્લાની રૂપરેખા આપી ક્રમણને નાથવા માટે વિવિધ પગલાઓની વિગતો તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...