નિષ્ક્રિયતા:જિલ્લામાં 18થી 44 વર્ષના 8,53,264ના ટાર્ગેટ સામે 11 દિવસમાં 54,100 લોકોએ રસી મુકાવતાં માત્ર 6 ટકા રસીકરણ

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાયબલ વિસ્તારોમાં જાગૃતિના કાર્યક્રમો જરૂરી, ઉમરપાડામાં 4.38, કામરેજમાં 4.79, ચોર્યાસીમાં 4.34 ટકા, જ્યારે સૌથી વધુ બારડોલીમાં 9.25 ટકા

કોરોનાની બીજી લહેર બાદ વેક્સિનેશનની કામગીરીને ઝડપભેર બનવવા સરકારે કમરકસી છે. સુરત જિલ્લામાં 4 જૂનથી 18+ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું આવ્યું હતું. 11 દિવસમાં જિલ્લામાં 6 ટકા વેક્સિનેશન થયું છે જેમાં ટ્રાયબલ વિસ્તારમાં વેક્સિનેશન 4-5 ટકા થયું છે જ્યારે અન્ય તાલુકામાં 6થી 9 ટકા વેક્સિનેશન થયું છે.

કોરોના સામેની લડતમાં વેક્સિનેશન જ એક કારગર ઉપાય છે. તમામ લોકો વેક્સિન લે એવો સરકાર આગ્રહ કરી રહી છે. 70 ટકાથી વધુ વેક્સિનેશન થાય તો કોરોનાને હરાવી શકાય એવું તજજ્ઞોનું કહેવું છે. સુરત જિલ્લાના 9 તાલુકામાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 45+ વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજ સુધીનું 44 ટકા વેક્સિનેશન થયું છે. જિલ્લાના યુવાનો માટે 18+ વેક્સિનેશન 4 જૂનથી શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં યુવાનોએ ઉત્સાહ દાખવતાં 11 દિવસમાં સુરત જિલ્લામાં 8.53 લાખના ટાર્ગેટ સામે 54,100 લોકોનું વેક્સિનેશ થયું છે. યુવાનોએ ઉત્સાહ દાખવતાં 6.34 ટકા વેક્સિનેશન કર્યું છે, જેમાં સૌથી વધુ બારડોલી 9.25 ટકાનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું સુરત શહેરને અડીને આવેલા ચોર્યાસી તાલુકામાં 4.34 ટકા વેક્સિનેશન થયું છે. જે સમજી શકાતું નથી. જિલ્લામાં ટ્રાયબલ વિસ્તારમાં વેક્સિનેશન ધીમું થઈ રહ્યું છે. હજુ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વેક્સિનેશનની પ્રક્રિયામાં સુધારો તેમજ સામાજિક સંસ્થાઓને વેક્સિનેશન માટે લાભ આપવામાં આવે તો વેક્સિનેશન વધુ વેગવાન બની શકે.

વેક્સિનેશન વધુ બનાવવા માટે રજિસ્ટેશનની પ્રક્રિયા સરળ બનાવવા સાથે સાથે સ્થળ રજિસ્ટેશન થાય તે જરૂરી છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એપોઈમેન્ટ લેવા માટે નેટવર્કની સમસ્યા ઊભી થઈ રહી છે. તેમજ યુવાનોમાં જાગૃતિ લાવવા પ્રોગ્રામ કરવા જરૂરી છે. > હેમંત વસાવા, યુવક, ઉંમરપાડા

જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આ કારણે વેક્સિનેશન ઓછું
જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી ધીમી ચાલી રહી છે, જેમાં ટ્રાયબલ વિસ્તારમાં કેટલીક અંધશ્રદ્ધા છે તો કેટલીક ગેરમાન્યતાને કારણે લોકો વેક્સિનેશનથી દૂર જઈ રહ્યાં છે. આ માટે સરકારી તંત્રએ ડોર ટુ ડોર વેક્સિનેશનની કામગીરી કરવી પણ જરૂરી બની છે. લોકોમાં વેક્સિન અંગે પણ અમુક પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે. જેવી અણસમજણને લોકોમાં દૂર કરવા તંત્રએ પગલાં લેવા જરૂરી છે.

ડોર ટુ ડોર વેક્સિનેશન થાય તો પ્રક્રિયાને વેગ મળે
જિલ્લામાં 45+ના 44 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જેમાં ટ્રાયબલમાં વેક્સિનેશન ઓછું છે. માંડવીમાં હજુ 15 ટકા વેક્સિનેશન થયું છે. ડોર ટુ ડોર વેક્સિનેશન કરે તો વેક્સિનેશન પ્રક્રિયાને વેગ મળી શકે. > રમેશભાઈ પટેલ, માંડવી આગેવાન

સંસ્થામાં વેક્સિનેશનના કેમ્પ રાખવા જોઈએ
18+ નું વેક્સિનેશન શરૂ થયું છે જેને વધુ વેગવંતુ બનાવવા સરકાર દ્વારા સામાજિક સંસ્થા તેમજ સહકારી સંસ્થામાં વેક્સિનેશનના કેમ્પ રાખવા જોઈએ, જેના કારણે યુવાનો વધુ લાભ લઈ શકે.> રાજુ શાહ, પ્રમુખ, કુંથુનાથ જૈન મંડળ- બારડોલી

અન્ય સમાચારો પણ છે...