તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સુરત ગ્રામ્યમાં કોરોના 200 કેસથી માત્ર 2 જ ડગલા દુર

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બુધવારે ફરીથી રેકોર્ડબ્રેક 198 કેસ
 • કુલ કેસ પણ 16 હજારને પાર થયા

સુરત જિલ્લામાં કોરોનાએ બુહામણું સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોના અત્યાર સુધીની સર્વોચ્ચ આંક પર પહોંચ્યો છે. બુધવારના રોજ 198 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં વધતા જતા કેસને કારણે જિલ્લાવાસીઓ ભય અનુભવી રહ્યાં છે. તંત્ર કોરોનાને કાબૂ કરવામાં નિષ્ફળ નિવડ્યું હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

બુધવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના અત્યાર સુધીમાં સૌથી વધું પોઝિટિવ આંકડો નોંધાયો્ છે. જિલ્લામાં 198 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાએ નવી સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં કોરોના 16000ને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 16169 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે કોરોનાની મહામારીને કારણે આજરોજ બારડોલી તાલુકાની 56 વર્ષીય મહિલા અને કામરેજની 67 વર્ષિય મહિલાનું મોત નીપજ્યું હતું. જેની સાથે જિલ્લાનો મરણાંક 290 પર પહોંચ્યો છે. જ્યારે આજરોજ 73 લોકોએ કોરોનાન હરાવતાં અત્યાર સુધીમાં 14358 લોકોએ કોરોના પર વિજય મેળવ્યો છે.

બુધવારે નોંધાયેલા કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી423175
ઓલપાડ171934
કામરેજ533424
પલસાણા52175
બારડોલી272614
મહુવા12669
માંડવી17706
માંગરોળ221370
ઉંમરપાડા3102
કુલ19816169

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો