તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત ગ્રામ્યમાં શુક્રવારે માત્ર 16 કેસ, ચાર તાલુકામાં કોરોના નીલ

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહત : નવા કેસની સરખામણીમાં 6 ગણા દર્દી રિકવર થયા

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ દિન પ્રતિદિન ઘટી રહી છે. શુક્રવારના રોજ 16 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં જેની સામે 98 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. આજરોજ એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. જિલ્લાના 4 તાલુકામાં કોરોના સંક્રમણ નોંધાયું નથી.

સુરત જિલ્લામાં કોરોના સક્રમણ ઘટી રહ્યું છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જૂન માસમાં કોરોના સંક્રમણ ઓછુ છે અને રિકવરીનું પ્રમાણ વધુ રહ્યું છે. શુક્રવારના રોજ છેલ્લા 24 કલાકમાં 16 કોરોના સંક્રમીત નોંધાયા હતાં. જેની સાથે જલ્લામાં 31946 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે પલસાણા તાલુકાના એના ગામનો 43 વર્ષીય પુરુષનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. જેની સાથે કોરોનામાં મરણાંક 480 થયો છે.

શુક્રવારે નોંધાયેલા કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી05098
ઓલપાડ04250
કામરેજ15874
પલસાણા13572
બારડોલી55087
મહુવા22387
માંડવી72197
માંગરોળ03170
ઉંમરપાડા0311
કુલ1631946
અન્ય સમાચારો પણ છે...