સંઘર્ષ બાદ સફળતા:બારડોલીમાં નાસ્તાની દુકાન ચલાવતા સામાન્ય પરિવારમાં માત્ર 1 જ ફોન, જેનો સદુપયોગ કરી દીકરીએ મેળવ્યા 90.93 ટકા

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 12માં 90.93 ટકા સાથે બારડોલી કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવેલી ક્રિષ્ના મિસ્ત્રી - Divya Bhaskar
ધોરણ 12માં 90.93 ટકા સાથે બારડોલી કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવેલી ક્રિષ્ના મિસ્ત્રી
  • વિપરિત સંજોગોનો મજબૂત મનોબળ વડે સામનો કરી ધો.12માં સફળ થનારા વિદ્યાર્થીઓની સંઘર્ષ કથા
  • ભાઇના પણ ઓનલાઇન ક્લાસ ચાલતા હોવાથી બંને એક જ ફોનથી ભણ્યા હતા

ધો. 12 સામાન્ય પ્રવાહનું આજે જાહેર થયેલ પરિણામમાં બારડોલી તાલુકામાં આવેલ અસ્તાન કન્યા વિધ્યાલયનું 84.86 ટકા પરિણામ આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતી સામાન્ય પરિવારની વિધ્યાર્થિનીએ 99.50 પર્સન્ટાઈલ મેળવી A1 ગ્રેડ મેળવી બારડોલીમાં પ્રથમ ક્રમ મેળવી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.

અસ્તાન કન્યા વિધ્યાલયમાં અભ્યાસ કરતી શાળામાં પ્રથમ રેન્ક મેળવનાર મિસ્ત્રી ક્રિષ્ના અશ્વિનભાઈએ દિવ્ય ભાસ્કર સાથે કરેલ ચર્ચામાં જણાવ્યા મુજબ ક્રિષ્નાના પિતાએ ધો. 10 સુધી અભ્યાસ કર્યો છે, અને નાસ્તાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ભાસ્કર પ્રતિનિધિએ કોરોના કાળ દરમિયાન ઑન લાઇન અભ્યાસમાં કોઈ તકલીફ થઈ હતી? એમ પૂછતા ક્રિષ્નાએ જણાવ્યુ કે અમારા ઘરમાં એક જ સ્માર્ટ ફોન છે અને મારો નાનો ભાઈ પણ ધોરણ 9 માં અભ્યાસ કરે છે.

જ્યારે ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો ત્ત્યારે એક જ ફોનથી અમે બંને ભાઈ બહેન અભ્યાસ કરતાં હતા. થોડી તકલીફ થઈ પરંતુ શાળાની શિક્ષકોના માર્ગદર્શન અને રિવિઝન કરવાથી આ પરિણામ મેળવી શકી મારી શાળાના શિક્ષકો એ અને મારા પરિવારે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. ભવિષ્યમાં મારે બી.બી.એ કરવાની ઇચ્છા છે એમ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...