કોર્ટનો હુકમ:ચેક બાઉન્સ કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે માસમાં રૂ.5 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો

નામદાર ઓલપાડ કોર્ટે ચેક બાઉન્સના એક કેસમાં ઓલપાડ તાલુકાના મોર ગામના આરોપી તેજસ બળવંત પટેલને કસુરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી બે માસમાં રૂ.5 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.

વિગત મુજબ ઓલપાડ તાલુકાની દરિયાઈ પટ્ટીના કાંઠા વિસ્તારના મોર ગામે પોપડી ફળિયામાં તેજસ બળવંત પટેલ રહે છે. તે પોતે છેલ્લા ઘણા વર્ષથી ઝીંગા ઉછેરનો ધંધો કરતો હોવાથી આ કોર્ટ કેસના ફરિયાદી હરકિશન પ્રહલાદ પટેલને ત્યાંથી ફરસાણ લઈ જતો હતો. જેથી હરકિશન પટેલને આ તેજસ પટેલ સાથે ઓળખાણ થવાથી મિત્રતા થઈ ગઈ હતી.

આ સબંધના કારણે આરોપી તેજસ ફરિયાદી પાસેથી ઝીંગા ઉછેરના ધંધા માટે અવારનવાર ઉછીના રૂપિયા લઈ જતો અને તે રૂપિયા ફરી 15 દિવસમાં પરત આપી પણ દેતો હતો, જેથી ફરિયાદીને આરોપી ઉપર વિશ્વાસ અને ભરોસા થતા હરકિશન પટેલે આરોપીને ઝીંગા ઉછેરના ધંધા માટે ફરી રૂપિયા 5 લાખ ઉછીના આપ્યા હતા.

તે સમયે તેણે આ ૨કમ 15 દિવસમાં ચુકવી આપવા વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. જો કે મુદત પુરી થતા ફરિયાદીએ તેની પાસે ઉછીના રૂપિયા 5 લાખની માંગણી કરતા આરોપીએ તેને રૂા.5 લાખનો બેંક ઓફ બરોડા, મોર શાખાનો ચેક આપ્યો હતો.

આ ચેક ફરિયાદીએ ઘી સુ.ડી.કો. ઓ. બેંક, ઓલપાડ શાખાના તેના ખાતામાં નાંખ્યો હતો. પરંતુ આરોપીના બેંક ખાતામાં અપુરતું ભંડોળ હોવાને કારણે ચેક રિટર્ન થયો હતો, જેથી ફરિયાદીએ તેમના વકીલ કમલેશ ડી.પરીખ મારફત ઓલપાડ કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબની ફરિયાદ દાખલ કરી હતી.

આ કેસની સુનાવણી નામદાર ઓલપાડ ખાતેની સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતા સુનાવણી દરમ્યાન ફરિયાદીના વિદ્વાન વકીલ કમલેશ ડી.પરીખની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી તેજશ બળવંત પટેલને કસુરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 5,00,000નું વળતર બે માસમાં ચુકવી આપવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...