તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો સંગ્રહ:ગત વર્ષની સરખામણીમાં આમલી ડેમમાં હજુ એક રોટેશનનું પાણી અકબંધ : 30 ગામના ખેડૂતોને રાહત, 14 ટકા ભરેલો

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આમલી ડેમમાં દર વર્ષની જેમ આ વખતે પાણી ખૂટ્યું નથી. જેના કારણે ખેડૂતોને પાણી મળી રહેશે. - Divya Bhaskar
આમલી ડેમમાં દર વર્ષની જેમ આ વખતે પાણી ખૂટ્યું નથી. જેના કારણે ખેડૂતોને પાણી મળી રહેશે.
  • ડેમમાં ગયા વર્ષે 1.20 એમસીએમ સંગ્રહ હતો, આ વખતે 5.40 એમસીએમ પાણીનો સંગ્રહ છે

માંડવી તાલુકા માટે આશીર્વાદરૂપ ગણાતાં 6 ગેટ ધરાવતાં આમલીડેમમાં મે જૂન મહિનામાં પણ એક રોટેશનનું પાણી પૂરુ પાડે એટલો પાણી સંગ્રહ રહેતા 30 ગામના ખેડૂતોએ રાહતનો દમ લઈ રહ્યાં છે. ચોમાસા દરમિયાન જેમ ઉકાઈ ડેમની સપાટીમાં થતા વધારા પર ધ્યાન આપતા હોય છે, તેમ માંડવીના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો દર ચોમાસે આમલીડેમની સપાટીની સતત જાણકારી મેળવતા રહે છે. 118 મીટરની કેપેસિટી ધરાવતાં 6 દરવાજાના આમલીડેમમાંથી 10થી વધુ ગામના ખેડૂતોને પાણીનો પુરવઠો મળતો રહે છે.

દર વર્ષે મે જૂનમાં આમલી ડેમ ખાલી થઈ જાય છે. પરંતુ આ વર્ષે ગોડધા કાકરાપાર ઉદ્દવહન યોજનાનાના કારણે ગોળધા ડેમમાં પાણી છોડાતું રહેવાથી, આમલી ડેમમાંથી વધુ છોડવાની જરૂર રહી નથી, પરિણામે ડેમમાં સમાવિષ્ટ 30 ગામના ખેડૂતોને 5 રોટેશન પાણી આપ્યા બાદ પણ અંદાજીત 7 એમસીએમ પાણીનો સંગ્રહ છે. હાલ ડેમમાં પાણી હોવાના કારણે આજુબાજુના ગામોના રહેણાંક વિસ્તાર તથા ખેતર વિસ્તારના કૂવા તથા બોરમાં જળસ્તરો ઉંચા રહેતા લોકોને પીવાના પાણીની પણ સમસ્યા ઓછી સહન કરવી પડી છે.

પહેલા 15 દિવસનું, આ વખતે 20 દિવસનું રોટેશન
આમલી ડેમમાંથી ઉનાળુ પાક માટે સામાન્ય રીતે 15 દિવસ પાણી છોડવામાં આવતું હતું, પરંતુ આ વખતે પાણીનો સંગ્રહ રહેતા, ઉનાળુ પાકનુ રોટેશન 20 દિવસનું કરવામાં આવ્યુ છે. જેથી ખેડૂતોને પાણી બાબતે કોઈ ચિંતા રહી નથી. ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં સિઝનની આખર પાણી મળી રહ્યું છે. > જીતુભાઈ ચૌધરી, મંત્રી નવજીવન પિયત સહકારી મંડળી, કરવલી

અન્ય સમાચારો પણ છે...