તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતર માલિકોમાં ભય:અભ્યારણ્ય બનેલા વરેલીમાં વધુ એક દીપડી પાંજરે પુરાઇ, એક જ ખેતરમાંથી 30થી વધુ દીપડા પકડાયા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિકારની શોધમાં દીપડાઓ વારંવાર રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જાય છે

માંડવી તાલુકાના વરેલી ગામએ દીપડાનું રહેણાંક સ્થાન બની ગયું હોય તેમ અવાર નવાર દીપડા પાંજરે પુરાવાની ઘટના બનતી રહે છે. ગત રોજ દોઢ વર્ષીય દીપડી ખેતરમાં મુકેલ પાંજરામાં ઝડપાઇ હતી. આ દીપડી સાથે એક જ ખેતરમાંથી 30 કરતાં વધુ દીપડા પાંજરે પુરાયા છે. મળતી વિગતો મુજબ માંડવી તાલુકાનું વરેલી ગામ એ દીપડાનું પ્રિય આશ્રય સ્થાન બની ગયું છે. અવાર નવાર દીપડા દ્વારા કૂતરા - પાલતુ પશુના શિકારની ઘટના બનતી રહે છે.

ગામના રહેણાંક વિસ્તારમાં દીપડા લટાર મારતાં પહોંચી જતા હોય છે. વનવિભાગ દ્વારા વરેલી ગામમાંથી મોટી સંખ્યામાં દીપડાને ઝડપી પાડ્યા છે. ત્યારે ગામમાં આવેલ યુસુફભાઈ ભીખાભાઈ મહિડાના ખેતરમાં અવાર નવાર દીપડા દેખાવના બનાવ બનતા વિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા યુસુફભાઈના ખેતરમાં પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું.

આ પાંજરામાં ગત રોજ સવારે એક દોઢ વર્ષીય દીપડી પાંજરે પુરાય હતી. આ સાથે એક જ ખેતરમાંથી 30 કરતાં વધુ દીપડા પાંજરે પુરાયા છે. દીપડા અવાર નવાર ફાર્મ હાઉસ પર આવતાં ખેતર માલિકોમાં ભય જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો