કાર્યવાહી:ઔદ્યોગિક હબ તાંતીથૈયાથી વધુ એક કૂટણખાનું ઝડપાયું

પલસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડોદરા પોલીસે બાતમી આધારે તાંતીથૈયા ગામે રેડ કરી કુટણખાનું ઝડપી પાડ્યું હતું, દેહવિક્રય માટે લલનાઓને બોલાવી તેના ફોટા મોબાઈલ ફોન ઉપર ગ્રાહકોને મોકલી ગ્રાહક દીઠ 1000 રૂ. લઈ આ વ્યાપાર ચલાવવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ગ્રાહકને ઝડપી પાડ્યો હતો. જ્યારે કૂટણખાનું ચલાવનાર સહિત ચાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પલસાણા તાલુકાનું ઔદ્યોગિક હબ ગણાતું તાંતીથૈયામાં દેહવિક્રયએ કઈ નવી વાત નથી અગાઉ અહીં કેટલીય વાર પોલીસ રેડ કરી દેહવિક્રિયના ધંધાનો પર્દાફાશ કરી ચુકી છે. ગતરોજ કડોદરા પોલીસની ટીમે બાતમી આધારે તાંતીથૈયા ખાતે પ્રથમપાર્ક સોસાયટી કાળુભાઇની બિલ્ડીંગમાં રેડ કરી હતી. પોલીસે અહીં અન્ય રાજ્યમાંથી આવેલી યુવતીને દેહવિક્રયના વ્યવસાયમાંથી છોડાવી હતી.

રેડ દરમિયાન ગ્રાહક બોરકૂવા રહેતો મહેન્દ્ર રંગિલભાઈ ગામીતની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ઝડપાયેલી યુવતીઓએ કબુલ્યું હતું કે ભગવાન નામનો શખ્સ તેમના માણસો સોનું, છોટુ, વિશાલને સાથે રાખી ગ્રાહક દીઠ 1000 વસૂલતો હતો અને ગ્રાહક દીઠ 500 યુવતીઓને સાંજે હિસાબ કરી આપતો હતો. આમ ભગવાન સહિત તેમના માણસો પોતાના અંગત સ્વાર્થ માટે રૂપિયા કમાવવા કુટણખાનું ચલાવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ચાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળેથી ગ્રાહક પાસેથી રોકડ સહિત મોબાઈલ મળી 2800 નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...