અકસ્માત:ડીજેમાં નાચી બાઇક પર ઘરે પરત ફરી રહેલા‎ બે મિત્રોને ટ્રકે અડફેટે લેતા એકનું મોત‎

પલસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પલસાણાના કરાળા ગામેથી ગાંગપુર ગામે મિત્રના લગ્નમાં ડીજેના પ્રોગ્રામમાં નાચી મોડી રાતે મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહેલા મિત્રોને ઘર નજીક જ અકસ્માત નડતા એક મિત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્મમાત અંગે ળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના કરાળા ગામે ખાડી ફળિયામાં રહેતા કરણ શંકર ભાઈ રાઠોડ (22)અને બાજુમાં રહેતો તેનો મિત્ર અક્ષય રમેશભાઇ રાઠોડ (19)સાથે બુધવારે મોડી રાતે પલસાણાના ગાંગપુર ગામે મિત્રના લગ્નમાં મોટરસાયકલ (GJ 19 AG 3472) લઇ નાચવા માટે ગયા હતા. મોડી રાતે ઘરે પરત ફરતી વખતે કરણ ગામની હદમાં બસ સ્ટેન્ડ સામેના કટ પર મુંબઈ થી અમદાવાદ તરફ જતા ટ્રક નંબર (HR 74 B 9759) ના ચાલકે અડફતે લેતા મોટરસાયકલ સવાર બને મિત્ર ગંભીર રીતે ઘવાયા હતા બને મિત્રોને મોડી રાતે 108 મારફતે રાહદારીઓએ સારવાર હેઠળ સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા.

જ્યાં ગુરુવારે વહેલી સવારે કરણ રાઠોડનું મોત નીપજ્યું હતું. તેમજ અક્ષય રાઠોડને હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાય આવ્યું હતું. ઘટના અંગે મૃતકમાં મોટા ભાઈ અર્જુન રાઠોડે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...