તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ઓલપાડમાં CRC તથા મુખ્યશિક્ષકો માટે એક દિવસીય માર્ગદર્શન શિબીર

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓલપાડ તાલુકાની તળાદ વિભાગ માધ્યમિક શાળાના સભાખંડમાં માર્ગદર્શન કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપકભાઈ દરજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તાલુકાના બી.આર.સી. કો ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા મુખ્યશિક્ષકોનુ સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે કોરોના મહામારી વચ્ચે લોકડાઉનથી આજપર્યંત શાળા બંધ છે, ત્યારે તાલુકાના તમામ શિક્ષક ભાઈ-બહેનોએ ખૂબજ નિષ્ઠાપૂર્વક અનાજ વિતરણ, મધ્યાહન ભોજન કેશ વિતરણ, ઘરે શીખીએ, એકમ કસોટી, વર્ચ્યુઅલ ક્લાસ,ટેલીફોનીક માર્ગદર્શન, ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ, ઓનલાઇન વિવિધ તહેવારોની ઉજવણી જેવી કામગીરી કરી અને કરી રહ્યા છે. તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષણાધિકારી દીપકભાઈ દરજીએ ઉદબોધનમાં ઉપસ્થિત સી.આર.સી. તેમજ સૌ મુખ્યશિક્ષક ભાઇ-બહેનોને શિક્ષક કભી સાધારણ નહી હોતા જેવા અનેક ઉદાહરણો ટાંકીને જણાવ્યું હતું કે એક સંવેદનશીલ શિક્ષક કલ્પનાતીત કામ કરીને બાળકો તથા સમાજને નવી દિશા બતાવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે કામ કરવાનો હોંશ વર્ગખંડ અને વર્ગખંડની બહાર પણ જેનામાં હોય તે સાચો શિક્ષક.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો