અટકાયત:જોળવા જીઆઇડીસીથી દારૂ સાથે એકની અટકાયત

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો જોળવા GIDC વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા જે દરમિયાન બાતમી આધારે લિસ્ટેડ બુટલેગરને ત્યાં રેડ કરતા જુદુજુદી બ્રાન્ડની 352 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ રોડક મળી કુલ 44,240 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર એલ.સી.બી શાખાના માણસો પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી શાખાના અ.હે.કો ચિરાગકુમાર જ્યંતિલાલ તથા અ.હે.કો અમરતજી રાઘાજીને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે “જોળવા ગામે આરાધના ડ્રીમ સોસાયટીમાં રહેતો લીસ્ટેડ બુટલેગર મોહન પુરષોતમ પરીડાનાએ તેના પિતા પુરષોતમ પરીડા સાથે બન્ને જણાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવીને તેના ઘરની બાજુમા બંધ પડેલ મકાન નં -૪૩૬ માં જથ્થો સંતાડી રાખેલ છે

તથા બીજો જથ્થો આરાધના કોમ્પલેક્ષમાં આવેલ તેની ભોજનાલયમાં એક ઇસમ બેસાડીને છુટક વેચાણ કરી રહેલ છે અને હાલમાં વેચાણ ચાલુ છે . ” તેવી ચોક્કસ બાતમી હકિકતના આધારે બાતમી વાળા સ્થળ ઉપર રેઇડ કરતા દારૂનું વેચાણ કરતા આરોપી જગન્નાથ ઉર્ફે સંજુ દિલીપભાઇ સ્વાઇ (ઉ.વ. -21 રહે. હાલ - જોળવા તા પલસાણા જી - સુરત મુળ રહે - કાલાસુતા પોસ્ટ - સાહી તા - લાન્ડજુલાઇ જી - ગંજામ ,ઓરીસ્સા ) ઝડપી લઈ બનાવની જગ્યાએથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ - ટીનબીયરની ફુલ્લે બોટલો નંગ 352 કુલ્લે કિ.રૂ .42,200 / - નો વિદેશી દારૂનો જથ્થો તથા મોબાઇલ નંગ -1 કિં.રૂ .500 / - તથા રોકડા રૂ .1540 / મળી કુલ્લે કિં.રૂ 44,420/ -નો મુદ્દામાલ કબ્જે કરી મુદામાલ રાખનાર આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુનામાં લિસ્ટેડ બુટલેગર પુરુષોત્તમ પરીડા અને પુત્ર મોહન પરીડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...