ચોરી:કન્સ્ટ્રક્શન સાઈટ પરથી દોઢ ટન લોખંડની ચોરી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળના હથુરણ ગામની ઘટના
  • પોલીસમાં 1.15 લાખની ચોરીની ફરિયાદ

માંગરોળ તાલુકાના હથુરણ ગામની સીમમાં ફેક્ટરી ની બાંધકામ સાઈટ પર ઠાલવવામાં આવેલ લોખંડના સળિયા ચેનલ મળી દોઢ ટન લોખંડના સામાનની ચોરી થતા કોસંબા પોલીસમાં 1.15 લાખના મુદ્દામમાલની ચોરીનો ગુનો નોંધાયો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ માંગરોળ તાલુકાના હથુરણ રોડ પર આવેલ નકોડા ઇન્ડસ્ટ્રીઝ રોડ પર બ્લોક નં 401 વાળી જમાનામાં ફેક્ટરી ની બાંધકામ સાઈડ પર મૂકેલ લોખંડ ના સળિયા આઈ બીમ, સી ચેનલ મળી દોઢ ટન સામાન મુકેલ હતો. જે 17 ડિસેમ્બર પહેલા હરકોઈ સમયે અજાણ્યો ઇસમ ચોરી જતા રમેશભાઈ માવજીભાઈ ધોળીયા (44) (ઉતરાયણ સર્કલ સુરત, મૂળ ભાવનગર) નાઓએ કોસંબા પોલીસમાં 1,15,000 રૂપિયાના લોખંડ ની ચોરીની ફરિયાદ આપેલ છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...