ધારાઅસભ્ય:એક વખત પોતે જ કોરોનાનો ભોગ બની ચૂક્યા છતાં બેદરકાર

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ તે કેવા ધારાઅસભ્ય

સુરત જિલ્લામાં કોરનાને કારણે 250 લોકોએ જીવ ગૂમાવ્યા છે અને 7500થી વધુ લોકો સંક્રમીત થયા છે . આવા સંજોગોમાં ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડીયાએ કામરેજ તાલુકાનાં ઉંભેળ ગામે તા. 29-9-2020ના રોજ સવારે 11.00 કલાકે નવનિમિઁત વિકાસનાં કામો અનેે વિકાસ થનારા કામોના ખાતમુહુતઁનો કાયઁક્મ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કામરેજનાં ધારાસભ્ય વી ડી ઝાલાવડિયા સુ.જી.પં.સભ્ય જગુભાઇ પટેલ કા.તા.પં. પમુખ રચનાબેન પટેલ કારોબારી અધ્યક્ષ કમલેશ પટેલ કા.તા.સામાજીક ન્યાય સમાતિ અધ્યક્ષ અમરત રાઠોડ તથા ઉંભેળનાં સરપંચ દર્શન પટેલ ગ્રામ પં.ના સભ્યો તથા ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાયક્રમમાં પ્રસંગિક પ્રવચન કરતી વેળાએ ધારાસભ્યએ માસ્ક હટાવી દીધુ હતું. તેમજ સાથે બેઠેલા લોકોએ પણ માસ્ક પહેર્યું ન હતું. (આના વિરોધમાં દિવ્ય ભાસ્કર એ તમેના માસ્ક વગરનો ચહેરો તસવીરમાંથી હટાવી દીધો છે). આશા છે કે મેયર નિયમ ભંગ બદલ દંડ ભરશે અને કાયમ માસ્ક પહેરી રાખશે.

અન્ય સમાચારો પણ છે...