સૂર્યગ્રહણ:મંગળવારે ભારતમાં સૂર્યગ્રહણનો અદ્દભૂત અકાશી નજારો જોવા મળશે

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25મીએ વિશ્વમાં સૂર્યગ્રહણનો અવકાશી નજરોઃ સુરત વિસ્તારમાં 1 કલાક 24 મિનીટ સુધી જોવા મળશે

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં મંગળવારે 25મી ઓક્ટોબર બપોરથી ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભૂત નજારો જોવા મળવાનો છે. ભારતમાં અમૂક ભાગોમાં ખંડગ્રાસ, આંશિક ગ્રહણ જોવા મળવાનું છે. દેશના અમુક ભાગોમાં ગ્રહણ સદંતર જોવા મળશે નહીં. આ ગ્રહણ ભારત સહિત એશિયા, યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકા સહિત દેશોમાં જોવા મળવાનું છે. ]

સંવત 2078 અશ્વિન કૃષ્ણ પક્ષ અમાસ મંગળવાર 25 ઓક્ટોબર, 2022 તુલા રાશીમાં ચિત્રા સ્વાતી નક્ષત્રમાં થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં આંશિક ગ્રસ્તોદય દેખાવાનું છે. 25મી ઓક્ટોબરે ગ્રહણ સ્પર્શ 14 કલાક 28 મિનીટ 21 સેકન્ડ, ગ્રહણ મધ્ય 16 કલાક 30 મિનીટ 16 સેકન્ડ, ગ્રહણ મોક્ષ : 18 કલાક 32 મિનીટ 11 સેકન્ડ, પરમગ્રાસ 0.861 મુંબઈમાં ગ્રહણનો સમય ગ્રહણ સ્પર્શ 16 કલાક 49 મિનટી 32 સેકન્ડ, ગ્રહણ મધ્ય 17 કલાક 42 મિનીટ 52 સેકન્ડ, ગ્રહણ મોક્ષ 18 કલાક 09 મિનીટ, મુંબઈનો સૂર્યાસ્ત 18 કલાક 08 મિનીટ અને 37 સેકન્ડ, ગ્રહણ પર્વકાળ 01 કલાક 19 મિનીટ 05 સેકન્ડ રહેશે.

પૃથ્વી ઉપર ગ્રહણની અવધિ આશરે 4 કલાકની રહેવાની છે. ભારતમાં ગ્રહણની અવધિ બે કલાક ઉપર જોવા મળશે. સુરત 1 કલાક 24 મિનીટ સૂર્યગ્રહણ જોવા મળશે. મિનીટોનો સામાન્ય તફાવતથી ગ્રહણ જોવા મળવાનું છે.

પ્રમુખ શહેરોનું ગ્રહણ સ્પર્શ સમય

શહેરસ્પર્શમધ્યસૂર્યાસ્ત
અમદાવાદ16 : 3817 : 3718 : 06
આણંદ16 : 4017 : 3818 : 05
ભાવનગર16 : 4117 : 3918 : 09
ગાંધીનગર16 : 3817 : 3718 : 06
ગાંધીધામ16 : 3617 : 3618 : 16
મહેસાણા16 : 3617 : 3618 : 07
રાજકોટ16 : 3917 : 3818 : 14
સેલવાસ16 :4617 : 4118 : 07
સુરત16 : 4317 : 4018 : 07
વડોદરા16 : 4117 : 3818 : 04
વલસાડ16 : 4517 : 4118 : 07
ગ્રહણ જોવા કાળજી રાખવી 25મી ઓક્ટોબરે ગ્રહણ મોક્ષ સુધી ગ્રાહણ નિર્દશન સાથે સદીઓની જૂની ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો રાખવામાં આવશે. સૂર્યગ્રહણ વિજ્ઞાન ઉપકરણથી જોવું હિતાવહ છે. નરી આંખે જોવું જોખમકારક છે. જ્યારે કાયમી અંધાપો આવી જવાની શક્યતા છે.
ગ્રહણ જોવા કાળજી રાખવી 25મી ઓક્ટોબરે ગ્રહણ મોક્ષ સુધી ગ્રાહણ નિર્દશન સાથે સદીઓની જૂની ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો રાખવામાં આવશે. સૂર્યગ્રહણ વિજ્ઞાન ઉપકરણથી જોવું હિતાવહ છે. નરી આંખે જોવું જોખમકારક છે. જ્યારે કાયમી અંધાપો આવી જવાની શક્યતા છે.

આ જગ્યાએ ગ્રહણ દેખાશે આ ગ્રહણ ભારત પશ્ચિમ એશિયા, યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકામાં દેખાશે.
આ જગ્યાએ ગ્રહણ દેખાશે નહીં પશ્ચિમ એશિયા, બેલ્જિયમ, અફઘાનિસ્થાન, બેલ્ગેરિયા, ઈજિત્પત, ફ્રાન્સ જર્મની ગ્રીસ, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, ઈટલી, ઓમાન, સાઉદી અરેબિયા, રશિયા, તૂર્કિ, યુકે, યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકામાંદેખાશે. ભારતના પૂર્વીય ભાગોમાં મિઝોરમ, ત્રિપુરા, મણીપુર, નાગાલેન્ડ, મેઘાલય, આસામ, અરૂણાચલ પ્રદેશમાં આ ગ્રહણ નહીં દેખાય. માત્ર ગણતરીની સેકન્ડમાં જોવા મળશે.

સારી-ખોટી ઘટનાને કોઇ અટકાવી શકતુ નથી
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાના જણાવ્યા મુજબ પૃથ્વી ઉપર દર મિનીટે સારી ખરાબ, લાભ- નુકશાન, હોની અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પાકૃતિક કુદરતી, નિયમો અનુસાર બને જ છે. તેને કોઈ અટકાવી શકતું નથી. તેને જપ – તપ, અનુષ્ઠાન, પૂજાવિધી કે અન્ય કોઈપણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આશીર્વાદ કે કૃપાદ્રષ્ટી સાથે કશી જ લેવા દેવા નથી.

અન્ય સમાચારો પણ છે...