મેઘ કહેર યથાવત:ત્રીજા દિવસે પણ અનેક વિસ્તારમાં કરા સાથે માવઠું

બારડોલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝંખવાવમાં જોરદાર માવઠું પડતા ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ સર્જાયો હતો.  કોસંબા પંથકમાં પણ પ્રથમ વખત માટી સખ્યામાં કરા પડતા કૂતૂહલ સર્જાયુ હતું. - Divya Bhaskar
ઝંખવાવમાં જોરદાર માવઠું પડતા ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ સર્જાયો હતો. કોસંબા પંથકમાં પણ પ્રથમ વખત માટી સખ્યામાં કરા પડતા કૂતૂહલ સર્જાયુ હતું.

સુરત જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ માવઠાનો કહેર યથાવત રહ્યો હતો. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વાતાવરણે ફરી એકવાર પલ્ટો લીધો હતો અને પવન ફૂંકાવાની સાથે ઝંખવાવ ચાર રસ્તા સહિતના વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો તેમજ વાંકલ વિસ્તારમાં પવન ફુકાવવાની સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો.

સતત બે દિવસથી વરસતા વરસાદને કારણે ખેડૂતોના કૃષિ પાકને નુકસાન થયું હતું કોસંબા તરસાડી સહિત તાલુકાના અન્ય ગામોમાં સાંજે ભારે પવન સાથે બરફના કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પંથકમાં પહેલીવાર કરા સાથે પડેલા વરસાદને લઈ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. બારડોલી તાલુકામાં પણ કમોસમી વરસાદ છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહ્યો છે. તાલુકાના મોટી ફળોદ ગામે કરા પડ્યા બાદ શનિવારના રોજ કડોદ પંથકના રાયમ સમર્થન સહિતના ગામોમાં કરા પડ્યા હતા.

ખેતીમાં નુકસાનનો સરવે શરૂ
વાંકલ| સુરત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો સુરત જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગત રોજ ઉમરપાડા તાલુકામાં જોરદાર પવન અને કરા સાથે વરસાદ પડ્યો હોવાની જાણ થતાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકની સૂચના મુજબ અગાઉથી રચાયેલી કૃષિ વિભાગની આઠ ટીમો દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે અંદાજીત અસરગ્રસ્ત કુલ ૩૯૫ હેક્ટર વિસ્તાર પૈકી 95 હેક્ટર વિસ્તારનો પ્રાથમિક સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

તાપી | વાલોડ પંથકમાં ભારે પવન સાથે વરસાદ
વાલોડ તાલુકાના હથુકા, રાનવેરી, અંબાચ, વેડછી, ભીમપોર, દાદરિયા જેવા ગામોમાં સુસવાટા પવન સાથે ધોધમાર વરસાદ પાડ્યો હતો, પવનને કારણે આંબાવાડી અને ખેતરોમાં ભારે નુકશાન થવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...