ગુજરાતના રાજકોટ બાદ હવે સુરત જિલ્લા પોલીસ પણ વ્યાજખોરો પર સિકંજો કસ્યો છે. બારડોલી પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે અને વ્યાજખોરો સામે અવાજ ઉઠાવે તે માટે નગરના મુખ્યમાર્ગ પર પી.સી.આર વાનમાં માઇક લગાવી જાગૃતિરૂપ સંદેશો આપવામાં આવ્યો હતો.
વ્યાજખોરો સામે કડક પગલા ભરવાની જાહેરાત કરી
આર્થિક સંક્રમણના કારણે વ્યાજખોર ઇસમોની ચુંગાલમાં ફસી જતા લોકોને ડરાવી ધમકાવી હદથી વધારે વ્યાજ વસુલાત કરવામાં આવે છે. જેને લઈ તાજેતરમાં સુરત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે કડક પગલાં ભરવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ બારડોલી પોલીસ મથકે છેલ્લા બે દિવસમાં 3 જેટલા વ્યાજખોરો સામે ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે. સાથે જ બારડોલીના નગરજનોમાં વ્યાજખોરો સામે જાગૃતિ આવે તે માટે એક મુહિમ શરૂ કરવામાં આવી છે.
જનજાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો
પોલીસ મથકના પી.આઈ એન.એમ.પ્રજાપતિના સુચનથી નગરના રાજમાર્ગ, ગાંધીરોડ તેમજ શાસ્ત્રીરોડ ખાતે પી.સી.આર વાનમાં માઇક લગાવી જનજાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો હતો. સાથે જ લોકોને વ્યાજખોરો સામે અવાજ ઉઠાવી પોલીસ મથકે ફરિયાદ આપવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.