90 વર્ષની પરંપરા યથાવત:જલજીલણી એકાદશી અવસરે બારડોલીના પૌરાણિક રામજી મંદિરથી પાલખી યાત્રા યોજાઇ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીએ ઉજવાતી જલજીલણી એકાદશીને ગત 90 વર્ષની પરંપરા સાથે ઉજવણી કરવામાં આવે છે. બારડોલીના અતિ પૌરાણિક શ્રી રામજી મંદિરના પ્રાંગણમાંથી ભગવાન લાલજીની પાલખી યાત્રા બારડોલીના તમામ વિસ્તારોમાં નીકળી હતી. ભારે ઉત્સાહ સાથે નગરજનોએ પાલખીમાં બિરાજમાન નંદલાલાની પધરામણી કરી ધન્યતા અનુભવી હતી.

હિન્દુ ધર્મના ચાતુર્માસ દરમિયાન નિંદ્રામાં પોઢેલા ભગવાન વિષ્ણુને પડખું ફેરવતા દિવસને પરિવર્તની એકાદશી તરીકે પણ મનાવાય છે. તો માતા યશોદાએ આ દિવસે ઘાટનું પૂજન કરતા પદ્મ એકાદશી તરીકે પણ ઉજવાતા દિવસને દોલઅગિયારસ તરીકે પણ વર્ણવી છે. સનાતન ધર્મમાં મનાતા અનેક તહેવારો અને તિથિઓમાં જલજીલની એકાદશીનું મહત્વ અનેરું લેખતા તમામ એકાદશીઓ ભગવાન વિષ્ણુને સમર્પિત રહેતા ભગવાન કૃષ્ણના લાલજી સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પાલખીમાં બિરાજમાન કરી નગરચર્યાએ લઈ જવાય છે.

બારડોલીના શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગત 90 વર્ષની પરંપરાને જાળવતા સમગ્ર નગરને આવરી લેતી પાલખીયાત્રાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્કંદપુરાણના વૈષ્ણવ ખંડમાં વર્ણવેલ એકાદશી મહાત્મ્યમાં આ દિવસનું મહત્વ અનેરૂ છે. વ્રત ધારકને અનેક ફળ આપનારી અને વાજપેય યજ્ઞનું પુણ્ય જેવા લાભ મળતા હોવાનું પણ જણાવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...