વિવાદ:પાર્કિંગનાં મુદ્દે નગરસેવકે ડાંગ ભાજપ મહિલા પ્રભારીના પતિ સાથે ઝઘડો કર્યો

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધક્કા મુક્કી કરી ઝપાઝપી કરતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતાં વિડીયો વહેતો થયો

બારડોલી નગરના ગાધીરોડ પર આવેલત સોસાયટીમાં રહેતા પાલિકામાં ભાજપના વોર્ડ નં.1માંથી જીતેલા નગર સેવકને ત્યાં નોકરી કરતાં યુવક બાજુના એપાર્ટમેન્ટમાં મોટર સાયકલ પાર્ક કરવા બાબતેના પાડતા, આવેશમાં નગરસેવકે ડાંગ જિલ્લા ભાજપ મહિલા પ્રભારીના બિલ્ડર પતિ સાથે બોલાચાલી કરી ઝઘડો કરીને ધક્કો મારી, કમર બેલ્ટ કાઢીને મારવાની કોશિશ કરતા, મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જોકે આ ઘટના વાયુવેગે નગરમાં ફેલાતા ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ધક્કા મુક્કી કરી ઝપાઝપી કરતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હોય, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

બારડોલી નગર પાલિકા વોર્ડ નં. 1ના ભાજપમાંથી જીતેલા નગર સેવક દક્ષેશ શેઠને ભૂતકાળમાં થયેલા વિવાદના લીધે પક્ષમાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મંગળવારના રોજ ગાંધી રોડ ખાતે રુદ્ર એવન્યુ એપાર્ટમેંટમાં દક્ષેશ શેઠને ત્યાં નોકરી કરતાં યુવકે પોતાની બાઇક પાર્ક કરી જે બાબતે એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા ભાજપ અગ્રણીના પતિ અશોકભાઇ ભંડારીએ બાઇક પાર્ક કરવાની ના પાડતા બોલાચાલી થઈ હતી. જે બાબતે નગરસેવક આવી અશોકભાઇ ભંડારી સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી, અને ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા.

ત્યારબાદ નગરસેવકે કમરે બાંધેલ પટ્ટા વડે હુમલો કરવાની કોશિશ કરી હતી. આ મુદ્દે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી,જે વાયરલ થયાં હતાં. નગર સેવક ભાજપ પક્ષમાંથી અગાઉ વિવાદમાં સસ્પેન્ડ થઈ ચુક્યા છે, ત્યાં ફરી બીજો વિવાદ ઉઠ્યો છે. જોકે આ મામલે મોડી સાંજ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હોવાનું જાણવા મળે છે. પરંતુ પાર્કિંગના મુદ્દે થયેલ ઝઘડો નગરમાં ચર્ચાસ્પદ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...