દારૂ ઝડપાયો:હાઇ વે પર ફિલ્મી ઢબેે પીક અપનો પીછો કરી 1.86 લાખનો દારૂ ઝડપી પાડ્યો

નવાગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉંભેળ ગામમાંથી પસાર થતાં ને હા. 48 ઉપરથી મહિન્દ્રા પીક અપ ગાડી નં (MH 19 AD 0527)માં દારૂ ભરી ભરૂચ તરફ જનાર છેે. જે બાતમી હકીકતથી 5-10-2021ના સવારેે ઉંભેળથી કોસમાડી પાટીયા પાસે પોલીસની ટીમ વોચમાં ઉભી હતી.

ત્યારે બાતમીવાળો મહિન્દ્રા પિક અપ આવતાં પોલીસ દ્વારા લાકડી અને ટોર્ચ બતાવી ટેમ્પોનેે ઊભો રાખવાનો ઇશારોં કર્યો હતો, પરંતુ ટેમ્પોચાલકે કામરેજ તરફ ટેમ્પો ભગાવી મુકતાં પોલીસેે પીછો કરતાં ટેમ્પો વલથાણ નહેરથી કોસમાડા પાટીયાથી યુ ટનૅ લઇ ફરી હાઇ વે પર આવી ત્યાથી કામરેજ ચાર રસ્તા તરફ ભગાવી વાવ કેનાલ અને બીએન બી હાઈસ્કુલ વચ્ચેનાં રોડ સાઇડેે ટેમ્પો ઉતારી દઇ અંધારાનોં લાભ લઇ ડ્રાઇવર કલીનર નાસી છુટ્યા હતા. પીછો કરતી પહોંચેલી પોલીસે ટેમ્પોની તલાશી લેતાં દારૂની બાટલી નંગ 2160 કિંમત 1,86,000નો જથ્થો તથા ટેમ્પોની કિં. 3,50,000 રુ.મળી કુલ 5,36,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ડ્રાઇવર કલીનરને વોન્ટેડ જાહેર કયાઁ હતા.

અન્ય સમાચારો પણ છે...