તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે પહેલા દિવસે 506 ઉમેદવાર ફોર્મ લઇ ગયા

બારડોલી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન , સુરત જિ. પ.ની 36 પૈકી 33 બેઠક માટે 81 ફોર્મ ગયા

સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની 36 બેઠક અને તાલુકા પંચાયતની 184 બેઠકની ચૂંટણી માટે સોમવારે સવારથી ઉમેદવારીપત્રો લઈ જવા માટે ધસારો જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતની બેઠક માટે 81 અને તાલુકા પંચાયતની બેઠક માટે 424 ઉમેદવારીપત્રો લઈ જવામાં આવ્યા હતા. ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક માટે એક પણ ઉમેદવારી પત્ર લઈ ગયા ન હોવાનું જાણવા મળેલ છે.

સુરત જિલ્લાના બારડોલી, ઓલપાડ, પલસાણા, કામરેજ, માંગરોળ, માંડવી, મહુવા અને ઉમરપાડા મળી 8 તાલુકા પંચાયતની 168 બેઠક માટે પ્રથમ દિવસે 423 ઉમેદવારીપત્ર લઈ જવામાં આવ્યા છે.જ્યારે જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક માટે 81 ઉમેદવારીપત્ર લઈ ગયા હતા. પહેલા દિવસે જ ચૂંટણી લડવાનો ઉત્સાહ સાથે તાલુકાની સેવાસદન અને તાલુકા પંચાયત કચેરીમાં જોવા મળ્યા હતા.

તાલુકાની બેઠક અને ઉમેદવારી પત્ર

તાલુકોબેઠકઉમેદવારીપત્ર
બારડોલી2242
માંડવી2424
મહુવા2027
કામરેજ2060
માંગરોળ2449
પલસાણા1844
ઉમરપાડા1639
ઓલપાડ2458

જિલ્લા પંચાયતની બેઠક અને ઉમેદવારીપત્ર
બારડોલી તાલુકા 5 બેઠક માટે 21, માંડવી તાલુકા 5 બેઠક માટે 12, મહુવા તાલુકા 4 બેઠક માટે 18, કામરેજ તાલુકા 4 બેઠક માટે 08, માંગરોળ તાલુકા 5 બેઠક માટે 13, પલસાણા તાલુકા 3 બેઠક માટે 13, ઉમરપાડા તાલુકા 2 બેઠક માટે 09 ફોર્મ ઉમેદવાર લઇ ગયાછે, જ્યારે ઓલપાડ તાલુકા 5 બેઠક માટે હજુ એક પણ ફોર્મ કોઇ લઇ ગયુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો