નવરાત્રિની રોનક:નોરતાની પૂર્વ સંધ્યાએ જિલ્લાભરના માતાજીના સ્થાનકો રોશનીથી ઝળહળી ઉઠ્યાં

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અગાસીમાતાનું મંદિર - Divya Bhaskar
અગાસીમાતાનું મંદિર
  • આ વર્ષે 1 નોરતું ઓછું, ત્રીજ અને ચોથ સાથે

ગુરુવારથીમાં આધ્યાશક્તિની આરાધાનો પર્વનું શરૂઆત થઈ રહી છે. આજે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાં જ મહાશક્તિની ઉપાસનાની શરદીય નવરાત્રી શરૂ થઈ રહી છે. આસો મહિનાના સુદ પક્ષની એકમથી નોમ સુધી આદ્યશક્તિના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવશે. પરંતુ આ વર્ષે એક નોરતું ઓછું છે. ત્રીજ અને ચોથ સાથે છે. આજ નવરાત્રિના નવલા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આયાર્યોના જણાવ્યા મુજબ આ વર્ષે આસો સુધી ત્રીજ અને ચોથ ત્રીજ ભેગી છે. ચોથની તિથીનો ક્ષય હોવાથી આ વર્ષે નવને બદલે આઠ નોરતા જ છે. એક નોરતું ઓછુ છે. આ વખતે તંત્ર દ્વારા શેરી ગરબા, સોસાયટી તથા ફ્લેટમાં 400ની મર્યાદા સાતે ગરબા રમવાની છૂટ આપી છે.

કીમના અંબાજી મંદિરે રોશનીનો ઝગમગાટ
કીમના અંબાજી મંદિરે રોશનીનો ઝગમગાટ

ત્યારે પ્રાચીન ગરબીના આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 7મીથી નવરાત્રીનો પ્રારંભ અને 14મીના ગુરુવારે નવરાત્રી પર્વ સંપન્ન થશે. 15ના શુક્રવારે વિજયાદશમી પર્વ ઉજવાશે. વર્ષના ચાર નવરાત્રિ આે છે. ચૈત્ર, અષાઢ, આસો અને મહા તેમાં આસો નવરાત્રીને મોટી નવરાત્રી ગણવામાં આવે છે. માતાજીનો ગરબો સાક્ષાત નવદુર્ગા માતાજીનું સ્વરૂપ છે. નવ દિવસ સુધી ઘરમાં ગરબો રાખવાથી અને તેની પૂજા અને દીવો કરવાથી તથા નવ દિવસ સુધી ઘરમાં સાંજે ગરબા ગાવાથી નવરાત્રી દરમિયાન ઘરમાં માતાજીનો વાસ રહે છે.

મરી માતાનું મંદિર
મરી માતાનું મંદિર

સવારે 6.41થી 8.10 સુધી ઘટ સ્થાપના માટેનું મુહૂર્ત શુભ
ગુરુવારે ઘટસ્થાપન તથા જવારા રોપણનું મુહૂર્ત સવારે 6.41થી 8.10, અભિજીત મુહૂર્ત બપોરે 12.11થી 12.58, શુભ ચોઘડિયું સાંજે 5થી 6.29 સુધી, અમૃત સાંજે 6.29થી 8 કલાક સુધી, ચલ ચોઘડિયું રાત્રે 8થી 9.31 સુધી શુભ છે. પ્રદોષકાળ પ્રમાણે રાત્રે 6.29થી 8.55નું મુહૂર્ત છે.

અન્ય સમાચારો પણ છે...