વિચાર સંગોષ્ઠિ:એક બાજુ છોડમાં રણછોડ અને બીજી વિકાસ માટે વૃક્ષો કપાય છે

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયણ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ સ્થિત પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિચાર સંગોષ્ઠિ દરમિયાન જણાવ્યું હતું કે પ્રકૃતિ અને પર્યાવરણ સમગ્ર વિશ્વના પ્રાણ તુલ્ય છે. પ્રકૃતિનું સૌદર્ય મનને મોહી લે છે. પ્રકૃતિ જ્યારે ખીલી ઉઠે છે. આજે છેલ્લા ત્રણ ચાર દાયકાથી પર્યાવરણ ઉપર કૂઠારા ઘા થઈ રહ્યાં છે. પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે. જલ, જમીન, જંગલ અને જનાવર આ ચારેય ઘટકો છિન્ન – વિચ્છિન્ન થઈ રહ્યાં છે. આ દેશમાં બારે મહિના નદીઓ વહ્યા કરતી હતી. જે પાણીને ઘી ની જેમ વાપરવાનું હતું. એ પાણી ફેક્ટરીઓ વગેરે દ્વારા બરબાદ થઈ રહ્યું છે. અત્યારે નળ ત્યા જળની વાતો થઈ રહી છે. પણ વાસ્તવિકતા કાંઈક જુદી છે.

નળના કનેકશનો છે પણ જળના ઠેકાણા નથી. પાણીના દુષ્કાળો પડી રહ્યાં છે. ફેક્ટરીઓના ધુમાડા અને પ્રદૂષિત વાયુ ઉપર જઈને વાદળને વિખેરી નાંખે છે. હવે વરસાદ ક્યાંથી આવે છે ? જમીનો ફર્ટીલાઈઝર ખાતર દ્વારા બળીને સાફ થઈ ગઈ છે. ખેડૂતો દેવાદાર બનવાના કારણે આત્મહત્યાનું અંતિમ પગલું ભરી રહ્યાં છે. જમીનને ફળદ્રુપ બનાવવી હશે તો સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો પડશે. સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો પડશે. સેન્દ્રીય ખાતર પશુઓ હશે તો જ મળશે. અત્યારે પશુઓની ક્રુર કતલ કરવામાં આવી રહી છે.

પશુઓ હોય તો જ જંગલો ઉગી નીકળે. જંગલોને તો કાપી નાંખવામાં માનવ જાતે કંઈ બાકી રાખ્યું નથી. વૃક્ષો હશે તો ઓક્સિજનની અછત નહીં થાય. કોરોના કાળમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી. આથી કેટલાક લોકોએ પોતાનો જાન ગૂમાવવો પડ્યો હતો. એક બાજુ છોડમાં રણછોડના સ્લોગનો લાગે છે અને બીજી બાજુ બુલેટ, મેટ્રો અને માર્ગના વિકાસ માટે લાખો વૃક્ષો કપાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...