તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સોમવારે જિલ્લાના બંને કોરોના કેસ બારડોલીથી મળ્યાં

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં બે દિવસ 0 બાદ સોમવારે 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. જેની સામે 11 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. માત્ર 40 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ બે દિવસ 0 આવ્યા બાદ સોમવારના રોજ બારડોલીમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સાથે કુલ 32063 થયા છે. જ્યારે કોઈ પણ દર્દીનું કોરોનાને કારણે મોત થયું નથી. વધુ 11 દર્દીએ કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 31540 દર્દીઓએ કોરોના સામે જીત મેળવી છે. હાલ જિલ્લામાં માત્ર 40 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

કોરોનાને ધૂળ ચટાડી ઘરે પરત
બારડોલીની હોસ્પિટલમાં ગત 26 જૂને નવસારીના રાનવેરી ખાતે રહેતા 102 વર્ષના શાંતાબહેન ચૌહાણ 40 ટકા ફેફસામાં ઈન્સ્ફેકશન હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતા કોરોનાથી ડર્યા વિના માત્ર 8 દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...