વિધાનસભાની યોજાનારી ચૂંટણીમાં ત્રણે મુખ્ય પક્ષ દ્વારા ઉભા રાખવામાં આવેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પર નજર નાખીએ તો કુલ આઠ બેઠકના 24 ઉમેદવાર પૈકીના 8 ઉમેદવાર જ ધોરણ 12 કે તેથી ઓછું ભણેલાં છે. સુરત જિલ્લાની છ અને તાપી જિલ્લાની બે મળી કુલ આઠ બેઠક પર સોમવારે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસ ભાજપ અને આપ દ્વારા 24 ઉમેદવાર ઉભા છે.
બંને જિલ્લામાં મળી સહુથી વધુ અભ્યાસ નિઝર સીટના બીજેપી પક્ષના ઉમેદવાર ડૉ.જયરામભાઈ ગામીતનો છે. તેઓ બીએ, એમએ પીએચડી કર્યું છે, જ્યારે વ્યારાના પુનાજી ગામીત ધોરણ 7 સુધી જ ભણ્યા છે. એ જ રીતે વ્યારા આપના ઉમેદવાર બિપિનભાઈ ચૌધરી અને માંડવીના કુંવરજી હળપતિ શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે. એ જ રીતે ઓલપાડના દર્શન નાયક અને હેમાંગિનીબહેન ગરાસિયા વકીલની પદવી ધરાવે છે. મહુવા બેઠક આપના ઉમેદવાર કુંજન પટેલ એમબીએ છે.
બંને જિલ્લામાં સહુથી વધુ ઉમેદવારો ગ્રેજ્યુએટ
અન્ય ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પર નજર નાખીએ તો માંગરોળ ગણપતસિંહ વસાવા એમ એ પાર્ટ 1, કોંગ્રેસના અનિલ ચૌધરી બી.કોમ અને સ્નેહલ વસાવા એસવાય બી એ કર્યું છે. એ જ ઓલપાડના ધાર્મિક માલવીયા એફ વાય બેચલર ઓફ સોસીયલ વર્ક કરેલું છે. બારડોલીના આપના રાજેન્દ્ર સોલંકી ખેતી વાડી વિભાગનો ડિપ્લોમા કરેલ છે. કામરેજ આપના ઉમેદવાર રામ ભાઈ ધડુક બી ઇ સિવિલ છે જ્યારે કોંગ્રેસના પ્રફુલ્લભાઈએ એમ એ કર્યું છે. માંડવી કોંગ્રેસના આનંદભાઈએ ડિપ્લોમા મેકેનિક જ્યારે બીજેપીના કુંવરજીભાઈએ એમ એ બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે આપના સાયના બહેન ગામિતે એસ વાય બી એ કર્યું છે. વ્યારાના બીજેપીના ઉમેદવાર મોહનભાઈ કોંકણી એમ એ બી એડ કર્યું છે, જ્યારે નિઝર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુનિલભાઈએ ટી વાય બી એ કર્યું છે.
ધોરણ 10થી ઓછું ભણેલા બે ઉમેદવાર
આઠ બેઠક પરના કુલ 24 ઉમેદવાર પૈકીના બે ઉમેદવાર ધોરણ દસથી ઓછું ભણેલા છે. વ્યારાના કૉંગ્રેસના ઉમેદવાર પુનાજીભાઈ ગામીત માત્ર સાતમું ધોરણ, જ્યારે મહુવાના મોહનભાઈ નવમું ધોરણ પાસ છે. એ જ રીતે બારડોલી કોંગ્રેસના ઉમેદવાર પન્ના બહેન દસ પાસ છે. જ્યારે નિઝર બેઠક પરથી આપ વતી ચૂંટણી લડતાં અરવિંદભાઈ ગામીત ઓલ્ડ એસ એસ સી પાસ કરેલી છે.
દિગ્ગજોનો ધોરણ 12 સુધી અભ્યાસ
સુરત જિલ્લાની બારડોલી બેઠક પર બીજેપીમાંથી ચૂંટણી લડતાં ઈશ્વરભાઈ પરમાર અને ઓલપાડ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી ધોરણ 12 પાસ છે. જ્યારે ઓલપાડના મુકેશભાઈ પટેલ પણ ડ્રાફ્ટમેન સિવિલ સાથે ધોરણ 12 જ પાસ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.