બેઠક:ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકા શિક્ષક સંઘની મળેલી બેઠકમાં ઉપસ્થિત હોદ્દેદારો - Divya Bhaskar
ઓલપાડ તાલુકા શિક્ષક સંઘની મળેલી બેઠકમાં ઉપસ્થિત હોદ્દેદારો

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સંઘનાં પ્રમુખ બળદેવભાઇ પટેલનાં અધ્યક્ષસ્થાને અત્રેનાં બી.આર.સી.ભવન, ખાતે યોજવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા ઘટક સંઘનાં હોદ્દેદારો હાજર રહ્યા હતાં. સદર કારોબારી સભામાં સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે એજન્ડા વંચાણે લીધા હતાં. બળદેવભાઇ પટેલે શિક્ષકોની સળંગ નોકરી 9-20-31 નો ગ્રેડ પે ઉપરાંત અન્ય પડતર પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. તેમણે આગામી તારીખ 9/5/2022 નાં રોજ જૂની પેન્શન યોજના સંદર્ભે ગાંધીનગર ખાતે યોજાનાર ધરણાં કાર્યક્રમની વિશેષ રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આ કાર્યક્રમને સફળતા બક્ષવા જિલ્લાનાં શિક્ષક ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરી હતી. અંતમાં કારોબારી સભ્યોએ પોતપોતાનાં કેન્દ્રમાં સમાવિષ્ટ શિક્ષકોનાં પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેનો ઝડપથી નિકાલ લાવવા માટે દરેકને ખાતરી મળી હતી. સંઘનાં કાર્યવાહક પ્રમુખ મહેશભાઇ પટેલે આભારવિધિ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...