તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજ્ઞાનમેળો:ઓલપાડ તાલુકાકક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

બારડોલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિચારોનું નવસર્જન કરી શકતા બાળકોની ખોજ એટલે વિજ્ઞાનમેળો

રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, નવી દિલ્હી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ શિક્ષણની લોકપ્રિયતા વધારવા માટે સી.આર.સી. કક્ષાએથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધીના ‘જવાહરલાલ નેહરુ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન’નું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શનનું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ઓનલાઇન મોડથી કરવામાં આવ્યું હતું. બાળકોને સ્વાભાવિક જિજ્ઞાસા અને રચનાત્મકતા માટે માધ્યમ ઉપલબ્ધ કરવાના હેતુસર યોજાયેલા પ્રદર્શનમાં સી.આર.સી. કક્ષાએ વિજેતા 55 પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.

બી.આર.સી. કૉ-ઓર્ડીનેટર કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, બાળકો કુદરતી રીતે જ તેમના પર્યાવરણના પ્રશ્નો સંદર્ભે જિજ્ઞાસુ અને રચનાત્મક હોય છે. જો બાળકો સમસ્યાનો સામનો કરવા, સમસ્યા ઉકેલવા અને નવા વિચારોના સર્જનમાં વ્યસ્ત રહે તો પડકારો માટે તૈયાર કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો