કોરોના કહેર:વૃદ્ધ, બાળક અને વિહારાના સરપંચે કોરોનાને માત આપી, ઓલપાડ તાલુકાના 22 પૈકી 20 લોકો સાજા

ટકારમા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના વિહારાગામે કોરોના 9 કેસ પોઝિટિવ નોંધાયા હતા જેમાં 7 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા સાજા થઈ ઘરે પરત ફર્યા છે, જ્યારે આજે 1 દર્દીનો નેગેટીવ રિપોર્ટ આવતા તેઓ પણ સાજા થઈ ઘરે ફર્યા હતા અને ભટગામના અન્ય બે દર્દીઓના નેગેટિવ રિપોર્ટ આવતા સાજા થતા રજા આપી હતી. વિહારા ગામે 9 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 7 દર્દીઓને રજા આપી છે.  વિહારા ગામના સરપંચ પ્રશાંત પટેલ (40) નો રિપોર્ટ નેગેટિવ આવતા સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જ્યારે ભટગામના આરવ પટેલ (06),  બળદેવ પટેલ (65) નો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ પણ કોરોનાને માત આપી.  તાલુકામા અત્યાર સુધીમાં કુલ 22 કેસ પોઝિટિવ નોંધાયા છે,  જેમાં ઓલપાડનો 1 કેસ , સાંધીએરનો 1 કેસ, તેમજ દિહેણના 7 કેસ તેમજ વિહારાના 8 કેસ અને ભટગામનો 3  કેસ નેગેટીવ આવતા આજ સુધીમાં 20  જણ સાજા થઈ ઘરે પરત ફર્યા છે.  હવે માત્ર 2 જ દર્દી સારવાર હેઠળ છે. 

અન્ય સમાચારો પણ છે...