મહુવા તાલુકામાં વીજકંપનીના અધિકારીઓ ગરીબ ગ્રાહકો પર વિજબીલ ભરવા માટે કડકાઈ દાખવવામાં આવે જ્યારે સરકારી કચેરીના વિજકંપનીના બાકી લેણા વસૂલાતમાં રહેમ નજર રાખવામાં આવતા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવતાની સાથે જ વલવાડા પશુ આરોગ્ય કેન્દ્ર વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં વિજકંપનીની બામણિયા અને અનાવલ સબ ડિવિઝનના જવાબદારો દ્વારા વિજકંપનીના બાકી લેણા વસૂલાતમાં ગરીબ ગ્રાહકો પર શૂરવીરતા દાખવવામાં આવે જ્યારે સરકારી કચેરીના બાકી લેણા વસૂલાતમાં તંત્ર ગંભીર નહિ હોવા બાબતે આંકડાકીય માહિતી સાથે તંત્રના અધિકારીઓ જવાબદારો સામે લાલ આંખ ક્યારે કરશે એ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં તા-3/01/2023ને મંગળવારના રોજ તસવીર પ્રસિદ્ધ થતા જ તંત્ર હરકતમાં આવતાની સાથે જ જવાબદાર અધિકારીઓ દોડતા થયા હતા.
સવારથી જ બામણિયા સબ ડિવિઝનના અધિકારીઓ સરકારી કચેરીના વસૂલાત માટે નીકળતાની સાથે વલવાડા પશુ આરોગ્ય કેન્દ્ર ખાતે જઇ વીજ જોડાણ કાપી નાખ્યું હતું. હાલ તો વીજકંપનીના અધિકારીઓને અચાનક જ ફરજ યાદ આવી હોય તેમ સરકારી કચેરી પર બાકી લેણા વસૂલાત કરવા નીકળ્યા હોય ત્યારે આ પ્રકારની કામગીરી કેટલા દિવસ યથાવત રહેશે એ જોવું રહ્યું!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.