તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કઠોરમાં પરવાનગી વિના મિટિંગ યોજનારા બે કાર્યકરો સામે ગુનો

બારડોલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ કોળી ભરથાણામાં સભા યોજનારા સામે ગુનો નોંધાયો હતો

કામરેજ તાલુકાના કઠોર ગામે ગત ચોથી ફેબ્રુઆરીએ રાત્રીના સમયે સક્ષમ અધિકારીની કોઈ પણ જાતની પરવાનગી વિના જાહેર મિટિંગ યોજનારા રાજકીય પાર્ટીના બે કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. કામરેજ પોલીસને જાણ થઇ હતી કે ચોથી ફેબ્રુઆરી એ રાત્રીના સમયે ભીલીસ્તાન ટાયગર સેનાના કાર્યકર્તા એવા મેહુલ ઈશ્વરભાઈ વસાવા અને વિજય રાઠોડ રહે.અમરોલી સુરતે કામરેજ તાલુકાના કઠોર ગામે વ્યસન મુક્તિ એ બાબતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ મિટિંગમાં સારા એવા પ્રમાણમાં લોકો ભેગા થયા હતા.

આ કાર્યક્રમના આયોજન સંદર્ભે આયોજકોએ કોઈ પણ સક્ષમ અધિકારી પાસે પરવાનગી લીધી ન હતી. હાલમાં કોરોના મહામારી ચાલતી હોય સરકારે આ મહામારી વધુ ન ફેલાઈ તે માટે જાહેરનામું બહાર પાડી મોટા આયોજનો કે કાર્યક્રમો પર પ્રતિબંધ મુક્યો છે અને તે જાહેરનામું હાલમાં અમલમાં છે.સદર બંને કાર્યકર્તાઓ એ સરકારના આ જાહેરનામા નો ભંગ કર્યો હતો અને સભાના સ્થળે સોશ્યલ ડિસ્ટન્સ રાખ્યું ન હતું કે લોકોએ માસ્ક પણ ન પહેર્યા હતા.

આમ આ બનાવમાં લોકોનું આરોગ્ય જોખમાઈ તે રીતે મોટી સંખ્યામાં જાહેરમાં લોકોને ભેગા કરી એક દોઢ કલાક મિટિંગ કરનારા બંને ઈસમો સામે જાહેરનામા ભંગ સહિતની અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ત્રીજીએ પણ કોળી ભરથાણા ગામે આવી જ સભા યોજનારાઓ સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો