તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ઓગસ્ટમાં સૌથી વધુ 4 પોઝિટિવ ઓલપાડમાં, એક્ટિવ દર્દી 16 થયા

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ ધીમી ગતિએ વધી રહી છે. ગત બે દિવસ 3-3 કોરોના પોઝિટિવ રહ્યા બાદઆજરોજ જિલ્લામાં 4 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે 1 દર્દી સાજો થતાં હાલ એક્ટિવ કેસ 16 થયા છે.

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ દર ધીમી ધીમે વધી રહ્યો છે. ઓગસ્ટ માસમાં માત્ર 3 એક્ટિવ કેસ રહ્યા હતાં, જે આજે વધીને 16 થયા છે. જિલ્લામ બે દિવસથી 3-3 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે 4 કોરોના પોઝિટિવ ઓલપાડ તાલુકામાં નોંધાયા છે. જે ઓગસ્ટ માસમાં સૌથી વધુ કેસ છે.

આજે નોંધાયેલા 4 સંક્રમિતો સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 32121 પર પહોંચી છે. જ્યારે આજરોજ 1 દર્દી સાજો થતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 31620 દર્દીઓએ કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 16 છે. કેસ વધી રહ્યા હોવાનું આરોગ્ય વિભાગના આંકડા પરથી જાણી શકાય છે. હજુ પણ લોકોએ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...