પુર્ણા યોજના:ઉમરપાડામાં સુપોષિત કિશોરી અભિયાન મેળો

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદી જુદી યોજનાઓની માહિતી આંગણવાડી કાર્યકર, કિશોરીઓ અને વાલીઓને પુરી પાડવામાં આવી

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પુર્ણા યોજના તથા મહિલા કલ્યાણ પ્રભાગ હેઠળ વર્ષ 2015 થી બેટી બચાવો બેટી પઢાવો યોજના (100% કેન્દ્ર પુરસ્કૃત) યોજના તથા વહાલી દિકરી યોજના વર્ષ 2019થી કાર્યાન્વિત છે. સદર તમામ યોજનાઓના સુચકાંકમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ, બાળ લગ્ન પ્રતિબંધ,સલામતિ અને સુરક્ષા મુખ્ય હોવાથી સદર યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ કિશોરી કુશળ બનો હેઠળ બ્લોક કક્ષાએ સશક્ત અને સુપોષિત કિશોરી- અભિયાન મેળો આદર્શ નિવાસી સરકારી કન્યા છાત્રાલય, ઉમરપાડા ખાતે યોજવામાં આવ્યો.

શારદાબેન ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં દરિયાબેન વસાવા જિલ્લા પંચાયત સભ્ય, કોમલબેન ઠાકોર પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ સુરત, દર્શનાબેન ચૌધરી, બાળ વિકાસ અધિકારી ઉમરપાડા, હનોખ ગામિત શ્રમ અને રોજગાર વિભાગ, ધર્મેશભાઇ વસાવા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, ડો.ઉલ્લાસ વાઘ તાલુકા આરોગ્ય અધિકારી રવિરામ બાળ સુરક્ષા એકમ, એ.જે વસાવા એડવોકેટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, કાશીરામ દેવજીભાઇ વસાવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, વૃંદાબેન પટેલ આચાર્યશ્રી આદર્શ નિવાસી કન્યા શાળા, એન.એમ. પટેલ ITI ઉમરપાડા, પ્રકાશભાઇ પંડ્યા બ્રાંચ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા તથા કાપડીયા અને સીમાબેન સુરત SBI, નિરંજનભાઇ પોસ્ટ વિભાગ, છગનભાઇ વસાવા વિસ્તરણ અધિકારી હાજર રહી તેઓના વિભાગને લગત જુદી જુદી યોજનાઓની માહિતી માટી સંખ્યામાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકર, કિશોરીઓ અને વાલીઓને પુરી પાડવામાં આવી.

શાળા એ ન જતી 15 કિશોરીઓ કે જેઓ ITI ઉમરપાડા ખાતે પ્રવેશ મેળવેલ હોય તેઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવેલ. કુ. ટવીંકલબેન વસાવા અને કુ. નિધિબેન વસાવા દ્વારા તેઓના આંગણવાડી સાથેના અનુભવો પણ જણાવવામાં આવેલ. કુ.નેહાબેન કાંતિલાલ ગામિત અને કુ. કૃતિબેન વસાવાને HB ક્વીન તરીકે સંમાનિત કરવામાં આવી.

કાર્યક્રમના અધ્યક્ષ શારદબેન ચૌધરી દ્વારા નાની ઉંમરમા લગ્ન ન કરવા તેમજ કિશોરીઓને શિક્ષિત બની સશક્ત બનવા પ્રેરણા આપવામાં આવી હતી કોમલબેન ઠાકોર દ્વારા કિશોરીઓને ભણતરમા લક્ષ્ય નક્કી કરી સમાજમા ગૌરવપુર્ણ જીવન જીવવા પ્રેરણા આપવામા આવી હતી અંતમાં કિશોરી દ્વારા ઉપસ્થિત તમામને પોષણ સપથ લેવડાવ્યા. ઉપસ્થિત તમામ મહાનુભાવો એ સિગ્નેચર કેમ્પેઇન મા ભાગ લીધો. જુદા જુદા વિભાગો દ્વારા તેઓના થતી કામગીરીનું વર્ણન કરતા સ્ટોલ ઉભા કરવામાં આવેલ જેની ઉપસ્થિત તમામે મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...