તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્સ દિવસ:કોવિડ 19માં ફરજ બજાવતી નર્સ બહેનોનું સ્વાગત કરાયું, કામરેજનાં પીએચસીમાં નર્સ દિવસની ઉજવણી

નવાગામ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાલમાં કોવીડ-19 અંતર્ગત કોરોના મહામારીનાં કારણે રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી તમામ નર્સ બહેનોને “ વિશ્વ નર્સીસ દિવસે ” વિશિષ્ટ  સન્માન કરવા માટે સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા તથા સુરતનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના માર્ગદર્શન  હેઠળ તથા કામરેજના તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેન્દ્રસિંહ એન.ભાટીનાં નેતૃત્વ હેઠળ કામરેજ તાલુકાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં “ વિશ્વ નર્સીસ દિવસ ”ની ઉજવણી કરવામાં આવી હતી.હાલમાં કોવીડ-19 અંતર્ગત કોરોના મહામારીને લીધે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોવાથી વધુ ભીડ ન થાય તે માટે કામરેજ તાલુકાના  ઓરણા પ્રા.આ.કેન્દ્ર ખાતે  મેડિકલ ઓફિસર ડો.મહેન્દ્રસિંહ એન.ભાટી, નવીપારડી પ્રા.આ.કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર ડો. કૌશિક મહેતા, વલણ પ્રા.આ.કેન્દ્ર ખાતે  મેડિકલ ઓફિસર ડો.સુધીરકુમાર સિન્હા, સેવણી પ્રા.આ.કેન્દ્ર ખાતે  મેડિકલ ઓફિસર ડો.જીતેષ રાણા, વાવ પ્રા.આ.કેન્દ્ર ખાતે  મેડિકલ ઓફિસર ડો.સંદીપ પાનસુરીયા અને કઠોદરા પ્રા.આ.કેન્દ્ર ખાતે  મેડિકલ ઓફિસર ડો.કીર્તિ સોનાવિયાનાં સાનિધ્યમાં “ વિશ્વ નર્સીસ દિવસ ” દિવસ ની ઉજવણી કરી હતી. આ પ્રસંગે કામરેજ તાલુકાના 108નાં નર્સ બહેન વૈશાલીબેન પટેલનું કામરેજ તાલુકા હેલ્થ કચેરી કામરેજ ખાતે વિશિષ્ટ બહુમાન કયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો