કામગીરી:હવે બારડોલી તાલુકા પંચાયતના રસ્તા કૌભાંડની કાર્યવાહી પર લોકોની નજર

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરા કૌભાંડમાં બારડોલી પાલિકાએ મોડે-મોડે કડક વલણ દાખવ્યા બાદ

બારડોલી નગરપાલિકાના શાસકોએ કચરા કૌભાંડમાં ખોટા બિલ મૂકી રૂપિયા ઉપાડી લેવાની ઘટનામાં ઇજારદાર, ચીફ ઓફિસર, ઉપરાંત સેનેટરી ઇન્સ્પેકટર અને હંગામી સુપરવાઈઝર સામે પગલાં લેવાનો ઠરાવ કરી ચોંકાવી દેવામાં આવ્યા છે. ત્યારે બારડોલી તાલુકા પંચાયતમાં પણ કાંટી ફળિયામાં કામ વગર જ ઇજારદારે રૂપિયા ઊંચકી લેવાનું કૌભાંડ અધિકારીઓની મદદથી કરવામાં આવ્યું હોવાનું શાસકોમી માનવુ છે, ત્યારે તાલુકા પંચાયતના શાસકો પણ કૌભાંડીઓ સામે પાલિકાની જેમ પગલાં ભરશે, કે પછી પાણીમાં બેસી જશે ? લોકોમાં હાલ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

બારડોલી પાલિકાના 30વ લાખના કચરા કૌભાંડ જેવો પાલિકા જેવો કિસ્સો બારડોલી તાલુકા પંચાયતમાં પણ દેવરાજ કન્ટ્રક્શન એજન્સીએ કાંટી ફળિયામાં રસ્તો બનાવ્યા વગર જ રસ્તો બતાવી 2 લાખ રૂપિયા ઉપાડી લેવાનું કૌભાંડ આચાર્યુ હતું. જે બાબતે પાલિકાના શાસકોએ જે નિર્ણય લીધો, એજ નિર્ણય તાલુકા પંચાયતના શાસકોએ લીધો હતો. પહેલા રૂપિયા રિકવર કર્યાં હતાં. પરંતુ સરકારી નાણાં ખોટા બિલ આધારે રૂપિયા ઊંચકી લીધા હોવા છતાં, તાલુકા પંચાયતના શાસકો પાણીમાં બેસી ગયા હતા.

ગુરુવારે પાલિકાએ સામાન્ય સભામાં કચરા કૌભાંડમાં જવાબદારો સામે પગલાં લેવાનો નિર્ણય કીધો છે, જે નિર્ણય ચોકવનારો હતો. આવા સંજોગમાં તાલુકા પંચાયતના શાસકો પણ રસ્તા કૌભાંડમાં રૂપિયા ઉપાડ્યા હતા, જેમાં જવાબદાર ઇજારદાર સહિત અધિકારી સામે પગલાં લેવાની હિંમત દાખવશે કે પાણીમાં બેસી રહેશે. બીજા દિવસે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બારડોલી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ જીતેન્દ્રસિંહ વાંસીયા રસ્તા કૌભાંડમાં જવાબદારો સામે કાર્યવાહી કરાવી શકશે ખરાં ?

અન્ય સમાચારો પણ છે...