તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:હવે એક્ટિવ કેસ માત્ર 17, જે કોરોના કાળમાં સૌથી ઓછા

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનો રિકવરી રેટ 98.43 ટકા થયો

સુરત જિલ્લામાં કોરોનાના અંતિમચરણમાં હોય તેમ 2-3 કેસ જિલ્લામાંથી મળી રહ્યાં છે. જિલ્લામાં ઘટતા કેસને કારણે લોકોએ હાસકારો મેળવ્યો છે. જિલ્લામાં રિકવરી રેટ 98.43 ટકા પર પહોંચ્યો છે. અને એક્ટિવ કેસ માત્ર 17 રહ્યાં છે.

સુરત જિલ્લામાં કોરોનાના ઘટતા કેસથી તંત્રએ રાહત અનુભવી છે. જુલાઈ માસમાં દરરોજ 2-3 કેસની એવરેજ પ્રમાણે કેસ આવી રહ્યાં છે. જેના પરથી કહી શકાય કે જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં છે. શનિવારના રોજ જિલ્લામાં 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. જેની સાથે કુલ સંક્રમીતોનો આંક 32071 પર પહોંચ્યો છે. જ્યારે આજરોજ 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં જિલ્લામાં અત્યાર સુધી 31570 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. આજરોજ કોઈપણ દર્દીનું મોત નીપજ્યું નથી.

જુલાઈ માસમાં કેસ ઘટવાની સાથે રિકવરી થતાં દર્દીની સંખ્યામાં વધારો નોંધાતા એક્ટિવ કેસની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં 18 લોકો કોરોના પોઝિટિવ થયા છે. જ્યારે જેની સામે 66 લોકોએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસ માત્ર 17 છે. જે કોરોનાકાળમાં સૌથી ઓછી છે.

જુલાઇમાં માત્ર 18 કેસ
સુરત જિલ્લામાં જુલાઈ માસમાં માત્ર 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બારડોલી તાલુકામાં જ 9 કેસ નોંધાયા છે. જ્યારે મહુવામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. બારડોલી તાલુકામાં કેસ ઘટ્યા છે પરંતુ અટક્યા નથી. અન્ય કેટલાક તાલુકામાં જુલાઈ માસ દરમિયાન એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...