વીજતારની ચોરી:હવે બારડોલી તાલુકાના મોટી ફળોદથી નગોડ વચ્ચે દોઢ કિમી.નો વીજતાર ચોરાયો

બારડોલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી તાલુકામાં બીજા દિવસે પણ વીજતારની ચોરી
  • તાર કાઢીને તસ્કરો 31 વીજપોલને બોડા કરી ગયા

બારડોલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી એગ્રીકલ્ચર વીજલાઈનના વીજતારની ચોરીના બનાવો બની રહ્યાં છે. બુધવારે રૂવા ભરમપોરથી ડુંગરી ચીખલી જતી લાઈનના 48 વીજપોલ પરથી તારની ચોરી થઈ હતી, જ્યારે ગુરુવારની રાત્રીએ ફરી મોટી ફળોદથી નગોડ નહેરની બાજુની લાઈન પરથી 31 ગાળા એટલે 1.25 કિમી વીજતારની ચોરી થઈ હતી.

બારડોલી તાલુકાના એગ્રીકલ્ચર વીજલાઈનના તારોની મોટી સંખ્યામાં ચોરી થઈ ગઈ છે. છતાં હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન કરવામાં આવતાં તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું છે. અવાર નવાર ચોરીને અંજામ આપી રહ્યાં છે. બુધવારની રાત્રી દરમિયાન ભરમપોરથી ડુંગર ચીખલી ગામે જતી નાંખવામાં આવેલી એગ્રીકલ્ચર વીજ લાઈનના 48 ગાળાની ચોરી કરી હતી.

હજુ તે ચોરીની ફરિયાદ નોંધાઈ નથી ત્યાં તસ્કરોએ અન્ય એક ચોરીને અંજામ આપ્યો છે. ગુરુવારની રાત્રી દરમિયાન ફરી વાઘેચા એગ્રીકલ્ચર લાઈનના મોટી ફળોદથી નગોડ ગામ નહેરની બાજુની બાજુથી પસાર થતી વીજલાઈનના 31 ગાળાની ચોરી કરવામાં આવેલ છે. જેના કારણે ફરી વીજ કંપનીને નુકસાન થવા સાથે સાથે ખેડૂતોએ હાલાકી વેઠવી પડે છે. અવાર વનાર વીજ લાઈનની ચોરી થવા છતાં તંત્રનું મૌન તસ્કરોને છોટો દોર મળી ગયો છે.

ચોરી પહેલા વીજ સપ્લાય કઇ રીતે બંધ કરવી એ તસ્કરો બહું સારી રીતે જાણે છે
બારડોલી તાલુકાનામાં વીજતાર ચોરીને અવારનવાર અંજામ આપવામાં આવે છે. આ વિસ્તારમાં સક્રિય ગેંગ જાણકાર હોય જેથી ક્યાંથી વીજળી બંધ કરવી ક્યારે બંધ છે. તે જાણીને ચોરીને અંજામ આપે છે. બુધવારના રોજ ચોરી થઈ હતી. ત્યાંથી થોડા અંતરે જ આ ચોરીને અંજામ આપ્યો છે. તેમજ જે જગ્યાએ લાઈન ક્રોસ થતી હોય તે જગ્યાએ અત્યાર સુધીમાં ચોરી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...