નોટિસ:બારડોલી સ્ટેશન પાસેના દબાણો હટાવવા નોટિસ

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21મી સુધીમાં જગ્યા ખાલી કરવાની સૂચના

બારડોલી રેલ્વે સ્ટેશનનાની હદને અડીને ધંધો કરતા લારી, ગલ્લાઓ ચલાવતા 20થી વધુ નાના વેપારીઓને આગામી 21 જાન્યુઆરી સુધીમાં દબાણ દૂર કરી જગ્યા ખાલી કરવા બાબતે ફરી એક વખત રેલવેના સિનિયર સેક્શન એન્જીનીયરે નોટિશ અપાઇ છે. પરંતુ વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થાના અભાવે નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ જવાનો ભયથી ચિંતા વધી છે.

બારડોલી સ્ટેશન નજીક સામાન્ય ઠેલા અને લારીવાળા અને કાચા શેડ બનાવી ધંધો કરતા નાના ધંધાદારીઓને ફરી એક વખત રેલવે વિભાગે નોટિશ આપવાના આવી છે, જે મુજબ અગાઉ અનેક વખત લેખિત સૂચનો કરી રેલવેની હદમાં દબાણ કરી શરૂ કરવામાં આવેલા લારી ગલ્લા હટાવવા રજૂઆત કરી છે, ત્યારે હાલ આખરી નોટિશ આપી, આગામી 21 જાન્યુઆરી સુધીમાં દબાણ ન હટાવવામાં આવે તો, રેલ્વે વિભાગ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરશે એવું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...