વિના મૂલ્યે:માહ્યાવંશી સમાજ દ્વારા નોટબુક વિતરણ

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા શનિ અને રવિવારના રોજ બાબેન ખાતે આવેલ સમાજના હોલ ખાતે સમાજના પ્રમુખ અને રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં ધોરણ 5 થી ઉપર અભ્યાસ કરતા 600 વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક આપવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના મંત્રી વનમાળીભાઈ પરમાર તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષ કિશોરભાઈ માહ્યાવંશી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...