માંગરોળ તાલુકા મથકની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેરની નિમણૂંક કરવા અંગે તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ લેખિત રજૂઆત કરી છે. થોડા દિવસ પહેલા માંગરોળ ડીજીવીસીએલ કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા નયન ચૌધરીની વ્યારા ખાતે બદલી થઇ છે, પરંતુ દિવસો વીતવા છતાં માંગરોળ તાલુકા મથકની વિજ કચેરીમાં તેમના સ્થાને કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. હાલ ઉનાળાની સિઝનમાં વીજળીના પ્રશ્નો મહત્તમ ઊભા થાય છે. ખેડૂતોને હાલ વીજળીની ખૂબ જરૂર છે.
બીજી તરફ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી વીજ પુરવઠો ખોટકાઈ છે. સામે ચોમાસુ આવી રહ્યું છે. ત્યારે વીજ કંપનીની કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેરની નિમણૂક કરવું ખૂબ જરૂરી છે. આ સંદર્ભની માગણી માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજી ચૌધરી, માજી ધારાસભ્ય રમણ ચૌધરી શાહબુદ્દીન મલેક રૂપસિંગ ગામીત પ્રકાશ ગામીત વગેરે દ્વારા ફરજ પરના વીજ કંપનીના અધિકારીને એક આવેદનપત્ર સુપરત કરી કરવામાં આવી છે. ત્યારે તાત્કાલિક ધોરણે નાયબ કાર્યપાલક ઈજનેરની નિમણૂક કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.